જ્ઞાનવાપી મસ્જિદમાં ચાર કલાક સર્વે, અનેક પુરાવા મળ્યાનો દાવો
વારાણસી, જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં શનિવારનો દિવસ ખાસ્સો મહત્વનો રહ્યો. વારાણસી કોર્ટમાં પાંચ મહિલાઓએ દાખલ કરેલી અરજી પર સુનાવણી બાદ અપાયેલા આદેશ અંતર્ગત એડવોકેટ કમિશનરના નેતૃત્વમાં ટીમ જ્ઞાનવાપી મસ્જિદમાં પ્રવેશ કરવામાં સફળ રહી હતી. અત્યાર સુધી કોર્ટે પસંદ કરેલી ટીમને મસ્જિદના અંદરના ભાગમાં સર્વે કરવાની પરવાનગી નહોતી આપવામાં આવી.
મુસ્લિમ પક્ષકારોએ સર્વેને રોકવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. સુપ્રીમ કોર્ટ પહોંચીને વારાણસી કોર્ટના આદેશને પડકાર્યો હતો. પરંતુ ચીફ જસ્ટિસ્ટ એનવી રમણાએ આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ વારાણસી કોર્ટે શનિવારે યેનકેન પ્રકારે મસ્જિદમાં સર્વે શરૂ કરવાનો આદેશ કર્યો હતો.
કોર્ટ તરફથી એડવોકેટ કમિશનરને સવારે ૮થી બપોરે ૧૨ વાગ્યા સુધી એટલે કે ૪ કલાક સર્વે કરવાનો આદેશ અપાયો હતો. આ આદેશના આધારે શનિવારે સવારે ૭.૪૫ કલાકની આસપાસ કોર્ટ કમિશનર અજય કુમાર મિશ્રા, સ્પેશિયલ કમિશનર વિશાલ સિંહ, વાદી પક્ષ, પ્રતિવાદી પક્ષ, સ્થાનિક વહીવટી તંત્રના પદાધિકારીઓ સહિતની ૫૨ લોકોની ટીમે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પ્રવેશ કર્યો હતો.
તેમણે ભોંયરાની તપાસ શરૂ કરી હતી. મસ્જિદના ભોંયરામાં આવેલા ચાર રૂમોનો સર્વે કરવામાં આવ્યો છે. બપોરે ૧૨ વાગ્યાના સુમારે સર્વે કાર્ય પૂરું થયા બાદ હિન્દુ પક્ષના વકીલે દાવો કર્યો છે કે પુરાવા તેમના પક્ષમાં છે. તેમને મળેલા પુરાવા અપેક્ષા કરતાં ઘણાં વધારે છે. સર્વે પૂરો થયા બાદ ૧૭ મેના રોજ કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે.
સર્વેના પહેલા દિવસે સવારે ૮ વાગ્યે એડવોકેટ અજય કુમાર મિશ્રા સાથે ૫૨ લોકોની ટીમે ભોંયરાના ચાર રૂમનો સર્વે કર્યો હતો. આ દરમિયાન આખા અભિયાનની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. ટીમે દિવાલની બનાવટથી માંડીને થાંભલાઓની વિડીયોગ્રાફી કરી હતી.
રવિવારે સવારે ૮ વાગ્યે ફરી એકવાર સર્વેનું કામ કરવામાં આવશે. સર્વે દરમિયાન પૂરતી વ્યવસ્થા કરવામાં આવી બતી. મસ્જિદ પરિસરમાં લગભગ એક કિલોમીટર સુધીમાં જ ૧૫૦૦થી વધુ પોલીસ અને પીએસી જવાનો તૈનાત હતા. અગાઉ સામે આવ્યું હતું કે, ભોંયરાની ચાવી નથી મળી પરંતુ એડવોકેટ કમિશનરે આ અંગે કોઈ વાત ના કરી. જેથી આને અફવા માની લેવાઈ.
વિશ્વ વૈદિક સનાતન સંઘના પ્રમુખ જિતેન્દ્ર સિંહ બિસેનને પહેલા દિવસનું સર્વે કાર્ય પૂરું થયા બાદ કહ્યું કે, કોર્ટે સમગ્ર પક્રિયાને ગોપનીય રાખવાનો આદેશ આપ્યો છે. આ મામલે હાલ અમે કોઈ જાણકારી નહીં આપી શકીએ.
જાેકે, તેમણે એટલું કહ્યું કે, ત્યાં જે કંઈપણ હતું તે માત્ર મારી નહીં બધાની કલ્પનાથી પરે હતું. આ નિવેદન બાદ અટકળોનું બજાર ગરમ થયું છે. જાેકે, આ ટીમને ૧૭ મેએ કોર્ટમાં રિપોર્ટ સોંપવાનો છે. માનવામાં વી રહ્યું છે કે, કોર્ટમાં રજૂ થનારા તપાસ રિપોર્ટના આધારે જ સમગ્ર હકીકત સામે આવશે.
સર્વેક્ષણ ટીમે જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરાના ચાર રૂમનો સર્વે કર્યો છે. જેમાં ત્રણ રૂમ મુસ્લિમ પક્ષના કબ્જામાં છે અને એક રૂમ હિંદુ પક્ષ પાસે છે. ત્રણ રૂમમાં તાળા મારેલા હતા ત્યારે અમુકને તોડવા પડ્યા તો અમુક ચાવીથી ખોલ્યા હતા.
સર્વે પૂરો થયા બાદ બધા જ દરવાજાને ફરીથી સીલ કરી દેવાશે. બંધ રૂમમાં સાપ હોવાની આશંકાને આધારે વન વિભાગની ટીમને પણ બોલાવાઈ હતી. તો સાથે મદારીને બોલાવાયો હતો.SSS