જ્ઞાનીની સલાહ માનીને ચાલવું જાેઈએ
બૌદ્ધની જાતક કથાઓમાં એક વાત આવે છે. હિમાલયની તળેટીમાં એક વડનું ઝાડ હતું. તેતર, હાથી અને વાનર તેના આશ્ચર્યમાં રહેતાં હતાં. ત્રણ સાથે રહેતાં પણ એકબીજાનો આદર કરતાં ન હતાં.
તેઓએ વિચાર કર્યો કે આ પ્રકારે રહેવું તે ઉચિત નથી. ભેગા રહેવું જાેઈએ અને જે વડીલ હોય તેનો સત્કાર કરવો જાેઈએ. આ ક્ષણોમાં કોણ વડીલ તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો. હાથીએ કહ્યુંઃ ‘આ થડનું ઝાડ મારા પગ સુધી પહોચતું હતું ત્યારનો હું ઓળખું છું.’ નરે કહ્યું, હું બેઠાં બેઠાં આ વડની કુંપળો ખાતો ત્યારનો હું તને ઓળખું છું !’
અંતે તેતરે કહ્યું, ‘મિત્રો, કોઈ એક સ્થળેથી વડનું ફળ ખાધેલું અને આ સ્થળે મે વિષ્ટા કરેલી અને તેમાંથી આ વૃક્ષ થયું ત્યારનો હું ઓળખું છું.’ વાનર અને હાથી દેખાવમાં મોટા છતાં નાનકડા તેતરને માન આપવા લાગ્યા અને તેનો ઉપર ગ્રહણ કરવા લાગ્યા. આવી રીતે પશુયોનિ ધારણ કરી હોવા છતાં એકબીજાને આદર સત્કાર કરીને મન મેળાપ કરીને રહ્યા. જગતના માનવીને પણ આવી જ રીતે વડીલ કે જ્ઞાનીની સલાહ માની ચાલવું જાેઈએ.