રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ 31મી ડિસેમ્બર સુધી લંબાવાયો
અમદાવાદ, રાજ્યમાં કોરોનાની બીજી લહેરના અંત બાદ સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણ અંગે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં ખાસ વધારો ન થતા સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે. જોકે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય વર્તાઈ રહ્યો છે.
ત્યારે સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું રાત્રે 12 વાગે પૂરું થતું હોવાથી 31stની રાત્રે ઉજવણી કરી શકાશે કે નહીં તે અંગે હજુ પણ મૂંઝવણ છે.
રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત આજે સોમવારે 20 ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય છે. 21 ડિસેમ્બર 31 ડિસેમ્બર 2021 સુધી ગુજરાતમાં છૂટછાટો યથાવત રખાઈ છે. આ રાજ્યનાં જે 8 મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં રાત્રિના 1 વાગ્યાથી 31 ડિસેમ્બર સુધી સવારે 5 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.