જ્યાં સુધી દેશમાં ગાયોને સુરિક્ષત નહીં કરવામાં આવે ત્યાં સુધી દેશનો વિકાસ પણ અધૂરો રહી જશે: હાઇકોર્ટ
અલ્હાબાદ, અલ્હાબાદ હાઇકોર્ટે એક જામીન અરજીની સુનાવણી દરમિયાન કહ્યું કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવવી જાેઇએ. કોર્ટે કહ્યું કે ગૌરક્ષાને હિન્દુઓનો મૂળ અધિકાર બનાવવો જાેઇએ. જસ્ટિસ શેખર યાદવની બેન્ચે આ ટિપ્પણીઓ ગૌહત્યાના આરોપી જાવેદની જામીન અરજી રદ કરતાં આ ટિપ્પણી કરી હતી. જાવેદ ઉપર ગૌહત્યાના નાકામ અધિનિયમની કલમ ૩, ૫ અને ૮ મુજબ આરોપ લાગ્યા છે. એવામાં કોર્ટે અરજીકર્તાની અરજી રદ કરતાં કહ્યું કે ગૌરક્ષા કોઇ એક ધર્મની જવાબદારી નથી. ગાય આ દેશની સંસ્કૃતિ છે અને તેની સુરક્ષા દરેક વ્યક્તિની જવાબદારી છે. પછી તમે ભલેને ગમે તે ધર્મ સાથે જાેડાયેલા હોય.
જસ્ટિસ શેખર કુમારે આ ર્નિણય સંભળાવતા કહ્યું કે, સરકારે હવે સદનમાં એક બિલ લાવવું જાેઇએ. ગાયને પણ તેના મૂળભૂત અધિકાર મળવા જાેઇએ છે. સમય આવી ગયો છે કે હવે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે.
હવે જે પણ લોકો ગાયને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે કે હેરાન કરવાનો પ્રયાસ કરે તેની સાથે કડક કાર્યવાહી થવી જાેઇએ. સુનાવણી દરમિયાન જજે ભારપૂર્વક કહ્યું કે, જ્યાં સુધી દેશમાં ગાયોને સુરિક્ષત નહીં કરવામાં આવે ત્યાં સુધી દેશનો વિકાસ પણ અધૂરો રહી જશે. ર્નિણય સંભળાવતા વધુમાં કહ્યું કે, ભારત જ એક એવો દેશ છે કે જ્યાં દરેક ધર્મના લોકો સાથે રહે છે. જ્યાં દરેક અલગ અલગ પૂજા કરે છે પરંતુ તો પણ દરેક વ્યક્તિ દેશ પ્રત્યે એક સમાન વિચાર ધરાવે છે.
કોર્ટે કહ્યું કે કેટલાક લોકો આ ગુનો કરીને દેશને તોડવાનો અને નબળો પાડવાનો પ્રયાસ કરે છે. તેવા લોકોના વિચાર દેશ હિતમાં હોતા નથી. એટલા માટે આ અરજીને રદ કરવામાં આવે છે.
કોર્ટે કહ્યું કે માત્ર હિન્દુઓ જ ગાયનું મહત્વ સમજે છે એવું નથી. મુસ્લિમોએ પણ પોતાના શાસન દરમિયાન ભારતીય સંસ્કૃતિમાં ગાયના મહત્વને સમજ્યું. પાંચ મુસ્લિમ શાસકોએ પોતાના રાજમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો.
કોર્ટે કહ્યું કે બાબર, હુમાયુ અને અકબરે પોતાના તહેવારોમાં પણ ગાયની કુરબાની પર પ્રતિબંધ મૂક્યો હતો. મૈસૂરના નવાબ હૈદર અલીએ ગૌહત્યાને દંડનીય અપરાધ જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું કે અમને ખબર છે કે જ્યારે કોઇ દેશની સંસ્કૃતિ અને તેની આસ્થાને આઘાત પહોંચે છે ત્યારે એ દેશ કમજાેર બની જાય છે. હાઇકોર્ટે કહ્યું કે બીફ ખાવાનો અધિકાર ક્યારેય મૂળ અધિકાર હોઇ ન શકે. કોર્ટે કહ્યું કે દેશ ત્યારે જ સુરિક્ષત રહેશે જ્યારે ગાયોની સુરક્ષા થશે અને ત્યારે જ દેશ આગળ વધશે.SSS