જ્યાં સુધી રાહુલ કાળ ચાલશે ત્યાં સુધી કોંગ્રેસનો રાહુલ કાળ ખતમ થશે નહીં: ર્નિમલા સીતારમણ

નવીદિલ્હી, રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન વિત્ત મંત્રી ર્નિમલા સીતારમણે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યો છે. જ્યારે વિત્ત મંત્રી બજેટ પર જવાબ આપી રહ્યા હતા ત્યારે વિપક્ષી સાંસદોએ અમૃત કાળ પર કટાક્ષ કરતા કહ્યું કે આ અમૃત નહીં પણ રાહુ કાળ છે. જેના પર પલટવાર કરતા વિત્ત મંત્રીએ કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસમાં રાહુલ કાળ ચાલતો રહેશે ત્યાં સુધી પાર્ટીનો રાહુ કાળ ખતમ થશે નહીં.
રાજ્યસભામાં જ્યારે ર્નિમલા સીતારમણ સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસના સાંસદોએ અમૃતકાળ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે આ અમૃત (સર્વશ્રેષ્ઠ સમય) નથી રાહુ કાળ (ખરાબ સમય) છે. આ પછી વિત્તી મંત્રી ર્નિમલા સીતારમણે જવાબમાં કહ્યું કે જે રાજ્યોમાં કોંગ્રેસનું શાસન છે ત્યાં રાહુ કાળ છે. જ્યાં તે કહે છે કે મેં લડકી હું લડ શકતી હું…રાજસ્થાનની લડકીઓ લડી શકતી નથી. ત્યાં દરરોજ કોઇના કોઇ કૌભાંડ થઇ રહ્યા છે.
ર્નિમલા સીતારમણે યૂપીએ શાસન દરમિયાન થયેલા મોટા કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી રાહુ કાળનો સામનો કરી રહી છે તેમાં નેતા પાર્ટી છોડીને જઈ રહ્યા છે અને પાર્ટી ૪૪ સીટો પર આવી ગઈ છે. પોતાની પડતી હાલતમાંથી બહાર નીકળી શકતી નથી. તેમણે કહ્યું કે જ્યારે તત્કાલિન પ્રધાનમંત્રી અમેરિકી રાષ્ટ્રપતિને મળવાના જ હતા તેવા સમયે જે બિલ પાસ કરવામાં આવ્યું હતું તેને ફાડી નાખવામાં આવ્યું હોય ત્યારે રાહુલ કાળ હોય છે.
ભાજપા નેતાઓએ રાહુલ કાળ અને રાહુ કાળને લઇને કોંગ્રેસને ઘેર્યું હતું. સાંસદ સુનીલ મોદીએ કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસમાં રાહુલ કાળ બન્યો રહેશે ત્યાં સુધી કોંગ્રેસની સ્થિતિમાં સુધાર થઇ શકશે નહીં. આ રાહુ કાળના કારણે જ કોંગ્રેસની સ્થિતિ આવી થઇ ગઈ છે. દેશની સૌથી જૂની અને મોટી પાર્ટીને ઉત્તર પ્રદેશમાં ૧૦ સીટો મેળવવાની શંકા છે.HS