જ્યારે એન્જીન જ ખરાબ હોય તો, ડબ્બા બદલવાનો કોઈ અર્થ નથી : લાંબા
નવીદિલ્હી: નરેન્દ્ર મોદી કેબિનેટનો બુધવારે વિસ્તાર કરવામાં આવ્યો, જેમાં ૪૩ નેતાઓ શપથ લીધા છે. ૧૫ નેતા કેબિનેટ મંત્રી અને ૨૮ નેતાઓ રાજ્યમંત્રી પદના શપથ લીધા છે. તેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં શામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને કેબિનેટ મંત્રીનું પદ અને જી કિશન રેડ્ડી, નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર, કિરણ રિજિજૂ, હરદીપ પુરી સહિટ કેટલાય મંત્રીઓએ કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન થયા છે.તો વળી ૧૨ દિગ્ગજ મંત્રીઓને રાજીનામા પણ આપવા પડ્યા છે. આ જ બાબતને લઈને કોંગ્રેસ પણ મજા લઈ રહી છે. એક ટીવી ડિબેટમાં બોલતા કોંગ્રેસના પ્રવક્તા અલ્કા લાંબાએ નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ પ્રવક્તા અલ્કા લાંબાએ એન્કરને જણાવતા કહ્યુ હતું કે, ટિ્વટર પર જઈને આપ જાેશો તો, ખ્યાલ આવશે, લોકોની વચ્ચે શું ટ્રેંડ થઈ રહ્યુ છે. લોકો કહી રહ્યા છે કે, એન્જિનમાં ખરાબી હોય તો ડબ્બા બદલાવાનો કોઈ અર્થ નથી. અહીં એન્જિનમાં વાંધો છે. ડબ્બા ગમે તેટલા બદલી નાખો, તે ગતિ પકડશે નહીં. અલ્કા લાંબાએ વધુમાં જણાવ્યું હતુ કે, આ કેપ્ટનની જવાબદારી છે, આખી ટીમની. પોતાનો કેપ્ટન, પોતાની નિષ્ફળતાઓનું ઠીકરુ પોતાની ટીમના માથે નાખીને આ ટીમ બદલી રહ્યા છે. તેનાથી કંઈ થવાનું નથી.