જ્યારે કરોડોની કાર રસ્તા પર દોડાવતા દેખાયા રજનીકાંત

નવી દિલ્હી, દરરોજ તમને થલાઇવાને રસ્તા પર ગાડી ચલાવતા જાેવા મળતા નથી. એટલા માટે કે, જ્યારે તેઓ ડ્રાઇવરની સીટ પર બેસે છે, તો તેમના ફેન્સ ક્રેઝી થઇને તેમની તસવીરો અને વીડિયો વાયરલ કરે છે. આજે પણ આવી જ એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં રજનીકાંત માસ્ક પહેરી અન લેમ્બોર્ગિની ચલાવતા જાેવા મળી રહ્યાં છે. આ તસવીરના સામે આવતા જ ટિ્વટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
આ વાયરલ ફોટોમાં મેગાસ્ટારને તેમની દીકરી સાૈંદર્યાની લક્ઝીરીયશ કાર ચલાવતા જાેઈ શકાય છે. ટિ્વટર યૂઝર્સે તસવીર અન વીડિયો શેર કરવાની સાથે જ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
એક યૂઝર્સે અહીં લખ્યું છે, જે ઉપદેશ આપે છે, તે તેનું પાલન પણ કરે છે. રજનીકાંતે કારની અંદર પણ ફેસ માસ્ક લગાવેલું છે. આ ઉપરાંત એક અન્ય યૂઝર્સે લખ્યું છે કે, જ્યારે આપણે આ કોરોના કાળમાં બહાર જઈએ છો, તો પોતાને બચાવવા માટે આ યોગ્ય ઉદાહરણ છે.
વર્ક ફ્રન્ટ પર, રજનીકાંત એ.આર. મુરુગાદોસના તમિલ મનોરંજન ‘દરબાર’માં જાેવા મળ્યા હતા. જેમાં રજનીકાંત, નયનતારા, નિવેતા થોમસ અને સુનીલ શેટ્ટીએ મુખ્ય ભૂમિકા નિભાવી. આ પછી, તેઓ ‘અન્નાત્થે’માં દેખાશે. જે શિવ દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે. આ પરિયોજનાનું નિર્માણ કલાનિથી મારને સન પિક્ચર્સના બેનર હેઠળ કર્યું છે. તેમાં રજનીકાંત, મીના, કુશબો સુંદર, કીર્તિ સુરેશ, નયનતારા, પ્રકાશ રાજ, સોરી, સતિષ અને વેલા રામામૂર્તિ સામેલ છે.