Western Times News

Gujarati News

જ્યારે તમારો જિલ્લો જીતે છે, તો દેશ જીતે છેઃ વડાપ્રધાન મોદી

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસથી પ્રભાવિત રાજ્યો અને જિલ્લાઓઓના સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી. આ દરમિયાન તેમણે દેશના ૯ રાજ્યોના ૪૬ જિલ્લા અધિકારીઓ સાથે કોવિડ-૧૯ મહામારીને પહોંચી વળવા માટે કેટલાક સૂચનો આપ્યા અને તેમના અનુભવો પણ સાંભળ્યા.

જિલ્લાધિકારીઓ સાથે વાત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા દેશમાં જેટલા જિલ્લા છે, એટલા જ અલગ અલગ પડકારો પણ છે. તમે તમારા જિલ્લાના પડકારોને સારી રીતે સમજાે છો. આથી જ્યારે તમારો જિલ્લો જીતે છે, તો દેશ જીતે છે. તમારો જિલ્લો કોરોનાને હરાવે છે તો દેશ કોરોનાને હરાવે છે.

પીએમ મોદીએ જિલ્લાધિકારીઓને સંબોધતા કોરોના વાયરસ વિરુદ્ધ ત્રણ મોટા હથિયારોની જાણકારી આપી. તેમણે કહ્યું કે આ વાયરસ વિરુદ્ધ આપણા હથિયારો કયા છે? આપણા હથિયારો છે..લોકલ કન્ટેન્મેન્ટ ઝોન, એગ્રેસિવ ટેસ્ટિંગ અને લોકો સુધી યોગ્ય જાણકારી પહોંચાડવી. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં કેટલા બેડ છે, ક્યાં ઉપલબ્ધ છે, આ જાણકારી સરળતાથી ઉપલબ્ધ થવા પર લોકોની સગવડતા વધે છે.

જિલ્લાધિકારીઓને પીએમ મોદીએ કહ્યું કે કાળાબજારી પર લગામ કસવી જાેઈએ. આવું કરનારાઓ પર કડક કાર્યવાહી થવી જાેઈએ. ફ્રન્ટ લાઈન વર્કર્સનું મનોબળ ઊંચુ રાખીને તેમને ભેગા કરવા, તમારો આ પ્રયત્ન સમગ્ર જિલ્લાને મજબૂતાઈ આપે છે.
પીએમ મોદીએ કહ્યું કે આપણી જવાબદારી કોરોના સંક્રમણને ફેલાતું રોકવાની પણ છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણને સંક્રમણના સ્કેલની યોગ્ય જાણકારી હશે.

પીએમ મોદીએ કહ્યું કે કોવિડ ઉપરાંત તમારે તમારા જિલ્લાના દરેક નાગરિકના જીવનને સરળ બનવવા માટે પણ ધ્યાન રાખવાનું છે. આપણે સંક્રમણ પણ રોકવાનું છે અને દૈનિક જીવન સંબંધિત જરૂરી સપ્લાય પણ બેરોકટોક ચલાવવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે કોરોનાની આ બીજી વેવમાં હજુ ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારોમાં આપણે ખુબ ધ્યાન આપવાનું છે. જેમાં ફિલ્ડમાં વીતાવેલો તમારો અનુભવ અને તમારી કુશળતા તમને ખુબ કામ આવવાની છે. આપણે ગામડે ગામડે જાગૃતતા વધારવાની અને તેમને વધુ સારી સારવાર સુવિધાઓ સાથે જાેડવાના છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પીએમ કેર્સના માધ્યમથી દેશના દરેક જિલ્લાની હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ્‌સ લગાવવા પર ઝડપથી કામ થઈ રહ્યું છે. અનેક હોસ્પિટલોમાં આ પ્લાન્ટ કામ કરવાનું શરૂ પણ થઈ ગયું છે. જે જિલ્લાને આ પ્લાન્ટ ફાળવવાના છે ત્યાં જરૂરી તૈયારીઓ પહેલેથી પૂરી થાય જેથી કરીને જલદી પ્લાન્ટ લાગી શકે.

પીએમ મોદીએ કહ્યું કે રસીકરણ કોવિડ વિરુદ્ધ એક સશક્ત માધ્યમ છે. આથી તેના સંબંધિત દરેક ભ્રમને આપણે મળીને દૂર કરવાનો છે. કોરોનાની રસીના સપ્લાયને મોટા સ્તરે વધારવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે જિલ્લામાં મેડિકલની સાથે જ દરેક ચીજનો સપ્લાય પૂરતો થાય તે સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે. તમારે તમારી જરૂરિયાતોને ઝડપથી રેખાંકિત કરીને તેની વ્યવસ્થા કરવાની છે. પડકાર જરૂર મોટો છે પરંતુ આપણા જુસ્સો તેનાથી પણ મોટો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.