Western Times News

Gujarati News

જ્યારે શો સારો ચાલી રહ્યો છે, તો તેને કોઈ અન્ય વસ્તુ માટે કેમ શો છોડી દેવો જોઈએ: જેઠાલાલ

મુંબઇ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જાેશીને મનોરંજન ઉદ્યોગમાં કોઈ પરિચયની જરૂર નથી. ઘણા એ-લિસ્ટર કલાકારો સાથે કામ કરવાથી લઈને ટેલિવિઝન જગતમાં સફળ કારકિર્દી સુધી, દિલીપ તેના ચાહકોમાં અત્યંત લોકપ્રિય છે. ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં જેઠાલાલ ચંપકલાલ ગડાના પાત્રને કારણે દરેક ઘરના લોકો તેમને ઓળખે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ દિલીપ માટે બીજાે જન્મ હતો કારણ કે તેણે તેની અભિનય કારકિર્દીની બધી આશા ગુમાવી દીધી હતી. તે આજે દરેકનો પ્રિય છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આજે પણ એટલી જ લોકપ્રિયતા છે જેટલી દિશા વાકાણી એટલે કે દયાબેન હતા ત્યારે હતી. તેણીએ શો છોડી દીધો છે. હવે દિલીપ જાેશી શો છોડવાના ઘણા સમાચાર આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી એવા અહેવાલો આવી રહ્યા છે કે, જેઠાલાલ શો છોડવા માંગે છે. આ અંગે દિલીપ જાેશીએ પ્રતિક્રિયા આપી છે. દિલીપે એક અખબારનેે આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “મને લાગે છે કે જ્યારે શો સારો ચાલી રહ્યો છે, તો તેને કોઈ અન્ય વસ્તુ માટે કેમ શો છોડી દેવો જાેઈએ.”

દિલીપ જાેશીએ એમ પણ કહ્યું કે, આ શોને કારણે તેમને ઘણો પ્રેમ મળ્યો છે અને તે તેને બરબાદ ન કરી શકે. “લોકો અમને ખૂબ પ્રેમ કરે છે અને શા માટે હું કોઈ કારણ વિના તેને બરબાદ કરવા માંગુ,” તેમણે કહ્યું. દિલીપ જાેશી આ શો પહેલા બેરોજગાર હતા, તેમણે કહ્યું, ” મેં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે સાઇન કર્યું તે પહેલાં, મારી પાસે કોઈ કામ નહોતું, હું જે સિરિયલમાં કામ કરતો હતો તે ઓફ એર થઈ ગઈ હતી.

દિલીપે આગળ કહ્યું, “હું જે નાટકનો ભાગ હતો, તેનો રનટાઈમ પૂરો થઈ ગયો હતો. તેથી, મારી પાસે કોઈ કામ નહોતું. તે મુશ્કેલ સમય હતો અને મને ખબર ન હતી કે, હવે મારે શું કરવું અથવા મારે મારું ક્ષેત્ર બદલવું જાેઈએ. પરંતુ ભગવાનની કૃપાથી મને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ઑફર મળી અને તે એટલી હિટ થઈ કે પાછું વળીને જાેયું જ નથી.”

દિલીપ જાેષીએ કહ્યું કે, તેણે બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેણે કહ્યું, “મેં કોમર્શિયલ સ્ટેજ પર બેકસ્ટેજ કલાકાર તરીકે શરૂઆત કરી હતી. કોઈ મને રોલ આપતું ન હતું. મને એક પાત્ર દીઠ ૫૦ રૂપિયા મળતા હતા. પણ શોખ થિયેટર કરવાનો હતો. ‘કોઈ વાંધો નહીં કે તે બેકસ્ટેજ રોલ હતો. ભવિષ્યમાં મોટી ભૂમિકાઓ આવશે પરંતુ હું ફક્ત થિયેટરમાં જ વળગી રહેવા માંગતો હતો.”HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.