Western Times News

Gujarati News

જ્યાં સુધી જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત છે ત્યાં સુધી વિધાનસભાની ચૂંટણી નહીં લડુ: ઉમર અબ્દુલ્લા

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે મારા માટે ખૂબ સ્પષ્ટ વાત છે કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીર એક કેન્દ્ર શાસિત રહેશે ત્યાં સુધી હું વિધાનસભાની ચૂંટણી લડીશ નહીં. તેમણે કહ્યું કે દેશમાં સૌથી વધુ અધિકાર પ્રપ્ત વિધાનસભાનો સભ્ય રહ્યો છુ, છેલ્લા ૬ વર્ષ સુધી વિધાનસભાનો નેતા પણ રહ્યો છુ. તેમણે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો વિરોધ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારનો આ નિર્ણય તેમના માટે અપમાનજનક છે.
આપને જણાવી દઇએ કે, ગયા વર્ષે ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી દેવામાં આવી હતી. આ પછી તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. વળી, ઉમર અબ્દુલ્લાને ૮ મહિના સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. અબ્દુલ્લાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર લોકશાહી પ્રક્રિયાઓમાં ભાગ લીધો. દેશનાં વિકાસમાં ભાગીદારી કરી, પરંતુ તેની સાથે કરવામાં આવેલ વચન પૂરા થયાં નહીં. ૩૭૦ ને દૂર કરવું એ “લોકપ્રિય વાત” હોઈ શકે છે, પરંતુ દેશની સાર્વભૌમ પ્રતિબદ્ધતાઓ તરફ પાછા ફરવું એ યોગ્ય કામ નહોતું.

ઉમર અબ્દુલ્લાએ કહ્યું, “ઘણા મુખ્યધારાનાં રાજકારણીઓને એક વર્ષ કરતા પણ વધારે સમય પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને ઘણાને ગેરકાયદેસર ધરપકડ હેઠળ રાખવામાં આવ્યા હતા. ઘણા હજુ પણ કસ્ટડીમાં છે. મારી પાર્ટીએ હજારો કાર્યકરોને આતંકવાદી હિંસામાં ગુમાવ્યા છે, કારણે કે આપણે અલગાવવાદી રાજકારણનો વિરોધ કરી મુખ્યધારામાં આવવાનું નક્કી કર્યું છે. ગયા વર્ષે ૪-૫ ઓગસ્ટનાં રોજ જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી, જેના પગલે તેમને ૨૩૨ દિવસ બાદ ૨૪ માર્ચે મુક્ત કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.