જ્યોતિનગરથી સંજયનગર સુધીનો માર્ગ ધોવાઈ જતા વાહનચાલકો પરેશાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/08-2-scaled.jpeg)
સ્થાનિકોએ ખાડા પૂર્યા : અકસ્માત માં ટુ વહીલર વાહન ઉપર સવાર મહિલાને માથા માં ગંભીર ઈજા થતાં સ્થાનિકોમાં રોષ- તંત્રએ ખાડા નહિ પુરાવતા કોઈ નિર્દોષ વ્યક્તિ જીવ ન ગુમાવે તે માટે સ્થાનિકોની પહેલ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ ના ઝાડેશ્વર રોડ ઉપર જ્યોતિનગરથી સંજયનગર સુધીનો મુખ્ય માર્ગ વરસાદી પાણી માં ધોવાઈ જવાના કારણે મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે.છતાં તંત્ર એ ગાબડાં નહિ પુરાવ્યા.પરંતુ એક વાહન ચાલક ખાડા માં ખાબકી જતા રોડ ઉપર ફંગોળાઈ જતા બાઈક ઉપર સવાર મહિલા ને માથા ના ભાગે ગંભીર ઈજા થતા સ્થાનિકો એ સવારે પોતાના સ્વખર્ચે ખાડા પુરાવાની કામગીરી શરૂ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ ના જ્યોતિ નગર થી સંજય નગર કોલોની સુધીનો મુખ્ય માર્ગ કરોડો ના ખર્ચે નિર્માણ કરાયો હતો.જે રોડ વરસાદી પાણી માં ધોવાઈ જ્યાં કોન્ટ્રાકટર નો ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો અને મીડિયા ના અહેવાલ બાદ પણ આ માર્ગ ના ગાબડાં પુરાયા ન હતા.જેના કારણે આ માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારપટ ના કારણે આ માર્ગ ઉપર થી પસાર થતા ટુ વહીલર વાહન ચાલકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે.
જે ગતરોજ એક ટુ વહીલર વાહન ચાલક અકસ્માત નો ભોગ બનતા એક મહિલા ને માથા ના ભાગે ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને લોકો ની સુરક્ષા ના ભાગરૂપે સુંદરમ રેસીડેન્સી ના લોકો એ સ્વખર્ચે જાહેરમાર્ગ ઉપર પડી ગયેલા મોટા ખાડાઓ નું પુરાણ કરાવ્યું હતું અને જાડી ચામડી ના અધિકારીઓ અને નેતાઓ સામે આક્રોશ વ્યકત કર્યો હતો.ત્યારે ભરૂચ પીડબ્લ્યુડી,નગર પાલિકા,ગ્રામ પંચાયતો ની હદો માં જીવલેણ બની ગયેલા માર્ગો ના વહેલી ટકે ગાબડાં પુરવામાં આવે તે જરૂરી છે.