Western Times News

Gujarati News

જ્યોતિરાદિત્ય સિંધિયા ઉજ્જૈનમાં ઈજાગ્રસ્ત થતા-થતા બચ્યા

ઉજ્જૈન, મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સોમવારે મહાકાલની શાહી સવારીમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા એક દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થતા-થતા બચી ગયા છે. સિંધિયા રાણાજીની છત્રીથી રામઘાટ તરફ જવા માટે નિકળી રહ્યા હતા, તેવામાં સમર્થકો વચ્ચે ધક્કા-મુક્કી શરૂ થઈ ગઈ હતી. સમર્થકો વચ્ચે થયેલી ધક્કામુક્કીમાં ઘાટ પાસે સીમેન્ટની રેલિંગ તૂટી ગઈ. સુખદ વાત એ રહી કે આ દુર્ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.

સિંધિંયા સોમવારના રોજ ઈન્દોર અને ઉજ્જૈનના પ્રવાસ પર ગયા હતા. તેઓ ઉજ્જૈનમાં મહાકાલની શાહી સવારીમાં સામેલ થયા હતા. તેઓ સીડીઓમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે જ દબાણ આવતા બાજૂની રેલિંગ તૂટી ગઈ હતી.દુર્ઘટના સમયે સિંધિયા તે જગ્યાએથી બસ થોડા જ ફૂટ દૂર હતા. સિંધિંયા અને રેલિંગ વચ્ચે સુરક્ષાકર્મી હતા જેના કારણે સિંધિયા ઈજાગ્રસ્ત થતા-થતા બચી ગયા. નોંધનીય છે કે સોમવારના રોજ ઉજ્જૈનમાં મહાકાલની શાહી સવારી કાઢવામાં આવી હતી. મહાકાલ પાલખીમાં સવાર થઈને નગર ભ્રમણ કરવા નિકળ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા સોમવારે ઉજ્જૈનમાં શ્રાવણ-ભાદરવા મહિનાની આ મુખ્ય શાહી સવારીમાં સામેલ થવા માટે ઉજ્જૈન પહોંચ્યા હતા જ્યાં તેઓએ રામઘાટ પર જઈને મહાકાલ બાબાની પાલખીની પૂજા કરી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.