જ્યોતિ લેબ્સનું વેચાણ 26 ટકા વધી રૂ. 495 કરોડ થયું
મુંબઈ, અગ્રણી ભારતીય FMCG કંપનીઓમાં સામેલ જ્યોતિ લેબ્સ લિમિટેડએ 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટેના એના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. કંપનીએ રૂ. 495 કરોડનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં વેલ્યુમાં 26 ટકાની વૃદ્ધિ (FMCG વેચાણમાં 27.3 ટકાની વૃદ્ધિ) હતી.
કંપનીએ તમામ ચેનલ્સમાં રિકવરી સાથે સારું પરિણામ આપ્યું હતું. સમીક્ષાના આ ત્રિમાસિક ગાળામાં લોકડાઉનની બીજી લહેરની અસર થઈ હોવા છતાં તમામ હિતધારકોની કટિબદ્ધતાને પગલે સારી કામગીરી થઈ હતી. કંપનીએ એની વિવિધ બ્રાન્ડનું માર્કેટિંગ કરવા માટે વિકસાવેલી નવીન ટેકનિકોએ વ્યક્તિગત બ્રાન્ડ પોર્ટફોલિયોને મજબૂત કરી છે. હાલ કટોકટીના સમયમાં કંપની માટે પ્રેરકબળો રહ્યાં છે – ડિજિટલ અભિગમ દ્વારા ઝડપથી અમલીકરણ અને ઉપભોક્તાની માગને સક્રિયપણે સાંભળવી.
કંપનીએ જાહેરાતો અને ડિજિટલ જોડાણ દ્વારા એના સંચારને મજબૂત કરવા સતત જોડાણ કર્યું છે. કંપનીની વૃદ્ધિ માટે મુખ્ય પરિબળ – ખર્ચને તર્કબદ્ધ બનાવવાનું, જાહેરાત પાછળ ખર્ચ વધારવાનું અને ઇનોવેટિવ બ્રાન્ડ્સ પ્રસ્તુત કરવાનું પગલું બની રહ્યું છે.
ત્રિમાસિક ગાળામાં ઉપભોક્તા ખર્ચમાં વધારો અને સંપૂર્ણ વેપારને વેગને પગલે માગમાં વધારો પણ જોવામાં આવ્યો હતો. આ સાથે ગ્રામીણ અને શહેરી વેપારની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. મોડર્ન ટ્રેડ સ્ટોર્સ (‘MT’) અને કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ (‘CSD’) કામગીરીઓમાં વધારો જોવા મળ્યો છે. સંપૂર્ણ વૃદ્ધિ પ્રોત્સાહનજનક અને સકારાત્મક રહી છે.
મુખ્ય નાણાકીય બાબતો (નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં)
· ચોખ્ખું વેચાણ રૂ. 495 કરોડ, 26 ટકાનો વધારો (FMCGનું વેચાણ 273 ટકા વધ્યું)
· EBITDA 10.3 ટકાથી વધીને 14.3 ટકા વધીને રૂ. 70.9 કરોડ, 74.8 ટકાનો વધારો
કરવેરા અને અપવાદરૂપ ખર્ચ અગાઉનો નફો રૂ. 56.3 કરોડ, 142.4 ટકાનો વધારો
· રૂ. 23.5 કરોડના અપવાદરૂપ ખર્ચ પછી ચોખ્ખો નફો રૂ. 27.3 કરોડ, 2.6 ટકાની વૃદ્ધિ (સકારી નીતિમાં ફેરફાર સાથે સંબંધિત અગાઉના વર્ષના રૂ. 23.5 કરોડની માંડવાળ માટે પ્રાપ્ત એક્સાઇઝ ડ્યુટી સાથે સંબંધિત અપવાદરૂપ ખર્ચ)
મુખ્ય નાણાકીય કામગીરી (નાણાકીય વર્ષ 2019-20ની સામે નાણાકીય વર્ષ 2020-21)
· ચોખ્ખું વેચાણ રૂ. 1909 કરોડ, 11.6 ટકા વધારે (FMCG વેચાણમાં 13.1 ટકાનો વધારો)
· EBITDA 14.7 ટકાથી વધીને 16.5 ટકાએ રૂ. 314.5 કરોડ, 25.3 ટકાનો વધારો
કરવેરા અને અપવાદરૂપ ખર્ચને બાદ કરતા નફો રૂ. 258.1 કરોડ, 39.3 ટકા સુધીનો વધારો
· રૂ. 23.5 કરોડના અપવાદરૂપ ખર્ચને બાદ કરતા ચોખ્ખો નફો રૂ. 190.7 કરોડ, 17.3 ટકાનો વધારો
· ચોખ્ખું ઋણ મુક્ત. 31 માર્ચ, 2021ના રોજ ચોખ્ખી રોકડ બેલેન્સ રૂ. 76.89 કરોડ vs 31 માર્ચ, 2020ના રોજ ચોખ્ખું ઋણનું બેલેન્સ રૂ. 254 કરોડ
બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થયેલા વર્ષ માટે રૂ. 1ના ઇક્વિટી શેર પર રૂ. 4નું ડિવિડન્ડ ચુકવવાની ભલામણ કરી છે.
સેગમેન્ટની કામગીરી:
ફેબ્રિક કેર – ફેબ્રિક વ્હાઇટનર, ફેબ્રિક એન્હાન્સર, બાર સોપ અને ડિટરજન્ટ પાવડર
નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ફેબ્રિક કેરનું વેચાણ 15.7 ટકા વધ્યું હતું. ત્રિમાસિક ગાળા દરમિયાન પરિવહનની સરળતા સાથે અગાઉના ત્રિમાસિક ગાળાઓની સરખામણીમાં સેગમેન્ટમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
ડિશવોશિંગ – ડિશ વોશબાર, લિક્વિડ, જેલ, પાવડર અને સ્ક્રબ્બર્સ
નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં ડિશવોશિંગનું વેચાણ 33.2 ટકા વધ્યું હતું. વૃદ્ધિને ઇન-હાઉસ વપરાશ, તમામ ચેનલમાં હાઇજીન અને મજબૂત વિતરણ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાથી લાભ મળ્યો છે. ઉપરાંત નાના SKUsની સ્વીકાર્યતા વધી છે અને ગ્રામીણ બજારોમાં વેચાણ વધ્યું છે, જેથી આવક અને વ્યક્તિગત બ્રાન્ડમાં વૃદ્ધિ થઈ છે.
હાઉસહોલ્ડ ઇન્સેક્ટિસાઇડસ –મોસ્કિટો રિપેલન્ટ કોઇલ, સ્ટિક્સ અને લિક્વિડ વેપરાઇઝર
નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં હાઉસહોલ્ડ ઇન્સેક્ટિસાઇડ્સનું વેચાણ 35.8 ટકા વધ્યું હતું. આ ત્રિમાસિક ગાળામાં સિઝનલ વેચાણ સંતોષકારક છે, જેણે ઉપભોક્તા દ્વારા આરોગ્ય માટે નિવારણાત્મક પગલાં લેવામાં સહાય કરી છે. અમે ‘ફિટ ઓલ મશીન્સ’ લિક્વિડ વેપરાઇઝર બોટલ લોંચ કરી છે, જેણે મેક્સો માટે બ્રાન્ડ મૂલ્યમાં વધારો કર્યો છે અને એની વિશિષ્ટ ઓફર પર ભાર મૂક્યો છે.
પર્સનલ કેર-બોડી સોપ, ફેસ વોશ, હેન્ડ વોશ, સેનિટાઇઝર અને ટૂથપેસ્ટ
નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં પર્સનલ કેરના વેચાણમાં 38.4 ટકાનો વધારો થયો છે. મારો નીમ આધારિત માર્ગો પોર્ટફોલિયોના સાબુઓ, હેન્ડવોશ અને સેનિટાઇઝર્સનો પોર્ટફોલિયોમાં ઊંચી વૃદ્ધિ થઈ છે, કારણ કે ગ્રાહકો માટે સ્વચ્છતા સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.
નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળાની નાણાકીય કામગીરી પર જ્યોતિ લેબ્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રીમતી એમ આર જ્યોતિએ કહ્યું હતું કે,“અમે હાલ ચાલુ મહામારીને કારણે પડકારો હોવા છતાં સારી કામગીરી સાથે ચાલુ વર્ષની શરૂઆત કરી છે. બ્રાન્ડના લોંચ અને તમામ કેટેગરીમાં બજારહિસ્સામાં વધારા સાથે વર્ષ માટે અમારી કામગીરી સંતોષકારક રહી છે.
અમે ઇનોવેશન અને પ્રોડક્ટ વિશિષ્ટતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તથા અમારું માનવું છે કે, અમને આનો લાંબા ગાળે લાભ થશે. અમે તમામ સેગમેન્ટમાં સારું વેચાણ જોયું છે.’’