જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મામાં “ચાલો જીવન મહેકાવીએ” સેમિનાર યોજાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા માં ‘ચાલો જીવન મહેકાવીએ’સેમિનાર યોજાયો. જીવનમાં આવતી આફતો નો હિંમતપૂર્વક સામનો કરીને તેને અવસરમાં ફેરવવાની કળા પ્રાપ્ત કરે તેનું જીવન મહેકી ઉઠે તેવા આશયથી જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્મા માં ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ચાલો જીવન મહેકાવીએ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં માતૃભાષા ગૌરવ અને સંવર્ધન અભિયાનના સંવાહક રાજેશભાઈ ધામેલીયા એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આજે માણસને ખૂબ જ ઝડપથી સફળતા પ્રાપ્ત કરી લેવી છે આ માટે તે શોર્ટ શોધતો રહે છે. આમાં ક્યારેક તે સફળ પણ મળી બની જાય છે જાેકે આવી રીતે મળે સફળતા લાંબો સમય ટકતી નથી.
કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત અને પરિચય શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ. શાળાના મંત્રી જેઠાભાઈ પટેલ ટ્રસ્ટીરાજાભાઈ પટેલ તથા શાળાનો સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધી સુપરવાઈઝર પ્રફુલભાઈ પટેલે કરી હતી .