જ્હાનવી માલદીવ્સમાં ફિટનેસ ટ્રેનર સાથે વેકેશન માણી રહી છે
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ છે. કોરોનાને ફેલાતો રોકવા માટે મુંબઈમાં ૧૫ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. જેને લઈને અનેક બોલીવુડ સેલિબ્રિટીઝ મુંબઈ બહાર વેકેશન મનાવી રહ્યા છે. અભિનેત્રી જ્હાન્વી કપૂર પણ તેની ફિટનેસ ટ્રેનર અને ફ્રેન્ડ્સ સાથે માલદીવ્સમાં વેકેશન મનાવી રહી છે. જ્હાનવી કપૂરે સોશિયલ મીડિયા પર વેકેશનના ફોટોઝ શેર કર્યા છે.
ફોટોઝમાં જ્હાનવી ટ્રેનર સાથે પોઝ આપતી જાેવા મળી રહી છે. જ્હાનવી કપૂરના વેકેશનના લેટેસ્ટ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જ્હાનવી અને તેની ફિટનેસ ટ્રેનર નમ્રતા પુરોહિતના ફોટોઝને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે. જ્હાનવી અને નમ્રતા સફેદ ક્રોકેટ ક્રોપ ટોપ અને ડેનિમ શોર્ટસમાં સુંદર લાગી રહી છે. આ ફોટોઝમાં બંને મસ્તી કરતા અને તડકો લેતા જાેવા મળી રહ્યા છે. ફિટનેસ ટ્રેનર અને અભિનેત્રી પહેલી વાર એક સાથે પોઝ આપતા જાેવા મળ્યા છે. જ્હાનવીએ તેના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ફોટોઝ શેર કર્યા છે.
જ્હાનવીની સાથે ફિટનેસ ટ્રેનર નમ્રતાએ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટોઝ શેર કર્યા છે અને લખ્યું છે કે “મારા જીવનમાં રોશની લાવવા માટે ધન્યવાદ. જ્હાનવીએ આ વાતનો રમૂજી જવાબ આપ્યો છે કે, રોશની કે તણાવ. જ્હાનવી વેકેશન દરમ્યાનના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. અગાઉ જ્હાનવીએ સિલ્વર સ્વિમસૂટ અને ફ્લૉરલ બિકીનીમાં ફોટોઝ શેર કર્યા હતા. જ્હાનવી કપૂર શુક્રવારે નમ્રતા અને અન્ય મિત્રો સાથે ફરવા ગઈ હતી. વેકેશન દરમ્યાનનો જ્હાનવી અને તેના મિત્રોનો પૂલના કિનારા પર મસ્તી કરતા વિડીયો પણ વાયરલ થયો છે. અગાઉ જ્હાનવી કપૂર બહેન ખુશી સાથે લૉસ એંજલસમાં રજાઓ માણી ચૂકી છે.