જ્હાન્વી કપૂર અને મેકઅપ આર્ટિસ્ટ વચ્ચે જોરદાર ઝઘડો
મુંબઈ, બોની કપૂર અને સ્વર્ગસ્થ શ્રીદેવીની મોટી પુત્રી અભિનેત્રી જાહ્નવી કપૂર તેની ફિલ્મો માટે એટલી જ ચર્ચામાં છે જેટલી તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં હોય છે.
આ ક્રમમાં જ્હાન્વીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના મેકઅપ આર્ટિસ્ટ સાથે ઉગ્ર દલીલો કરતી જાેવા મળે છે. એવું લાગે છે કે બંને લડી રહ્યા છે. આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ જાેવા મળી રહ્યો છે.
ફેન્સની સાથે સેલેબ્સ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે તમે વિચારતા હશો કે, જ્હાન્વી કપૂર ખરેખર તેના મેકઅપ આર્ટિસ્ટ સાથે લડી રહી છે. તો એવું બિલકુલ નથી. ઉલ્લેખનીય છે કે, આ વીડિયોમાં નકલી શાબ્દિક લડાઈ છે.
આ વીડિયોમાં જ્હાનવીએ ‘બિગ બોસ ૫’ સ્પર્ધક પૂજા મિશ્રા અને સોનાલી નાગરાનીની લડાઈની નકલ કરી છે. ઈન્સ્ટાગ્રામ પર વિડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, તમને શું લાગે છે કે મને મદદની જરૂર છે. જ્હાન્વી કપૂરના ભાઈ અર્જુન કપૂરે આ પોસ્ટ પર લખ્યું, હા. આ સાથે તેણે એક સાયલન્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.
જ્હાન્વીએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો. આ વીડિયોમાં જ્હાન્વીએ પૂજાની કોપી કરી છે. આ સાથે તેના મેકઅપ આર્ટિસ્ટે પણ ઘણો સપોર્ટ આપ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં ૬ લાખથી વધુ વખત જાેવામાં આવ્યો છે.
આ દરમિયાન જ્હાન્વી કપૂરની આગામી ફિલ્મ મિલીનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે, જ્હાન્વી પહેલીવાર તેના પિતા બોની કપૂરના પ્રોડક્શનમાં કામ કરી રહી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પણ શેર કરીને આ માહિતી આપી છે. તેણે તેના કેપ્શનમાં લખ્યું છે કે, ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, જ્હાન્વી કપૂરની પહેલી ફિલ્મ ‘ધડક’ હતી. તેની માતા શ્રીદેવી ફિલ્મની રિલીઝ પહેલા અકાળે અવસાન પામી હતી. અભિનેત્રી તેની માતાની ખૂબ નજીક હતી. જ્હાન્વીએ તેના ઘણા ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
‘મિલી’ સિવાય જ્હાનવી કપૂર ફિલ્મ ‘દોસ્તાના ૨’માં પણ જાેવા મળવાની છે. આ ફિલ્મ કરણ જાેહરના બેનર હેઠળ બની રહી છે. આ સાથે જ જ્હાન્વી કપૂર ફિલ્મ ગુલ લક જેરીમાં પણ જાેવા મળવાની છે.SSS