Western Times News

Gujarati News

જ્હોન અબ્રાહમે ત્રણ વર્ષમાં ત્રણ વખત ફી વધારી દીધી

મુંબઈ, જ્હોન અબ્રાહમ તેની મજબૂત ફિટનેસની સાથે સાથે તેની શાનદાર એક્ટિંગ દ્વારા પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. સોશિયલ મીડિયા પર પણ તેની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે, જે તેની દરેક ગતિવિધિ પર નજર રાખે છે. તેની ફિલ્મો પણ દર્શકોને ખૂબ પસંદ આવે છે.

આ દરમિયાન જાેન અબ્રાહમની ફી અંગે પણ મોટો ખુલાસો થયો છે. જે મુજબ અભિનેતાએ છેલ્લા ૩ વર્ષમાં તેની ફી વધારી છે. તે પણ એક-બે નહીં, પરંતુ ૩ વખત. એટલું જ નહીં, તેણે પોતાની નવી ફી સાથે એક ફિલ્મ પણ સાઈન કરી છે. જેના માટે તેણે ૨૦ કરોડથી વધુની ફી વસૂલ કરી છે.

રિપોર્ટ્‌સ અનુસાર, જ્હોન અબ્રાહમે મોહિત સૂરીની એક વિલન રિટર્ન્સ સાઈન કરી છે, જેના માટે તે ૨૧ કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. જ્હોન ફિલ્મની સાથે તેની ફી પણ વધારી રહ્યો છે. અગાઉ તેણે સત્યમેવ જયતે ૨ કરતાં બાટલા હાઉસ માટે વધુ ફી વસૂલ કરી હતી અને તે પહેલાં તેણે સત્યમેવ જયતે ૨ માટે પણ ફીમાં વધારો કર્યો હતો.

અગાઉ તેણે પઠાણની ફીમાં વધારો કર્યો હતો અને હવે તેણે એક વિલન રિટર્ન્સ માટે પણ ફી વધારી દીધી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, જ્હોન અબ્રાહમે આદિત્ય ચોપરાની ફિલ્મ ‘પઠાણ’ માટે પણ તગડી ફી લીધી છે. જાેન અબ્રાહમે આ ફિલ્મ માટે ૨૦ કરોડ લીધા છે. આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાન ૨૦૧૮ પછી કમબેક કરી રહ્યો છે.

આવી સ્થિતિમાં ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે દીપિકા પાદુકોણ પણ જાેવા મળશે. છેલ્લા ત્રણ વર્ષમાં જ્હોન અબ્રાહમે લગભગ ત્રણ ગણો ફી વધારો કર્યો છે. જ્હોન ૩ વર્ષ પહેલા સુધી ૭ કરોડ ફી લેતો હતો.

કોરોના સમયગાળા દરમિયાન, જ્યાં ભૂતકાળમાં ઘણા સ્ટાર્સે તેમની ફીમાં ઘટાડો કર્યો છે, ત્યાં જ્હોન સતત તેની ફીમાં વધારો કરી રહ્યો છે. એક વિલન રિટર્ન્સ આ વર્ષે જુલાઈ ૨૦૨૨માં રિલીઝ થશે. જેમાં જ્હોન અબ્રાહમ સાથે અર્જુન કપૂર અને દિશા પટણી પણ જાેવા મળશે. તેનું નિર્દેશન મોહિત સૂરી કરી રહ્યા છે. આ ફિલ્મ સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ અભિનીત એક વિલનની સિક્વલ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.