Western Times News

Gujarati News

ઝકરબર્ગ સેંટી ૧૦૦ અબજ ડોલર ક્લબમાં જોડાનાર વિશ્વની ત્રીજી વ્યક્તિ

નવીદિલ્હી, ફેસબુકના સ્થાપક અને સીઇઓ માર્ક ઝકરબર્ગ સેંટી બિલિયોનેર (૧૦૦ અબજ ડોલર) ક્લબમાં જોડાયા છે. ઝકરબર્ગ ક્લબમાં જોડાનાર વિશ્વની ત્રીજી વ્યક્તિ છે. આ પહેલા, એમેઝોનના સ્થાપક જેફ બેજોસ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્‌સ આ ક્લબમાં છે. ફેસબુકની માલિકીની ઇન્સ્ટાગ્રામે ૫ ઓગસ્ટથી ૫૦ દેશોમાં ટિકટોક જેવી એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ રીલ્સને સત્તાવાર રીતે લોંચ કરી હતી. જેને પગલે ફેસબુકના શેરમાં ૬%નો ઉછાળો આવ્યો હતો. શેરમાં તેજીના પરિણામે માર્ક ઝકરબર્ગની કુલ સંપત્તિ ૧૦૦ અબજ ડોલરને વટાવી ગઈ છે. બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ, ઝકરબર્ગની ૭ ઓગસ્ટના રોજની સંપત્તિ ૧૦૨ અબજ ડોલર હતી. ઝકરબર્ગ ફેસબુકમાં ૧૩% હિસ્સો ધરાવે છે. ૨૦૨૦માં ફેસબુકના શેરમાં સુધીમાં ૩૦%નો ઉછાળો આવ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણી હવે વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ૭ ઓગસ્ટે તેની કુલ સંપત્તિ ૮૦.૬ અબજ ડોલર હતી. મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૨૨ અબજ ડોલરનો વધારો થયો છે. સેંટી બિલિયોનેર ક્લબમાં એમેઝોનના સીઇઓ જેફ બેજોસ ટોચ પર છે. તેની કુલ સંપત્તિ ૧૮૭ અબજ ડોલર છે. ૭ ઓગસ્ટના રોજ, બેજોસની કુલ સંપત્તિમાં ૩.૧૪ અબજ ડોલરનો ઘટાડો થયો. આ ક્લબમાં જોડાયેલા માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્‌સ બીજા નંબરે છે. ગેટ્‌સની કુલ સંપત્તિ ૧૨૧ અબજ ડોલર છે. ૧ દિવસ પહેલા ગેટ્‌સની કુલ સંપત્તિમાં ૨૨૧ મિલિયન ડોલરનો વધારો થયો છે.

કોરોના વાયરસને કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે ટેકનોલોજી કંપનીઓને ઘણો ફાયદો થયો છે. આનાથી આ કંપનીઓના સ્થાપકોની નેટવર્થમાં પણ વધારો થયો છે. સેંટી બિલિયોનેર લિસ્ટમાં સમાવિષ્ટ ત્રણ અબજોપતિઓની સંપત્તિ આ વર્ષે અત્યાર સુધીમાં ૧૦૨.૯૧ અબજ ડોલર વધી છે. આમાં જેફ બેઝોસની કુલ નેટવર્થમાં ૭૨.૧ અબજ ડોલર, માર્ક ઝકરબર્ગની નેટવર્થમાં ૨૩.૩ અબજ ડોલર, અને બિલ ગેટ્‌સની નેટવર્થમાં ૭.૫૧ અબજ ડોલરનો વધારો થયો છે.
દુનિયાના ટોપ-૧૦ અમીર વ્યક્તિઓમાં જેફ બેજોસ ૧૮૭ ,બિલ ગેટ્‌સ ૧૨૧,માર્ક ઝકરબર્ગ ૧૦૨,મુકેશ અંબાણી ૮૦.૬, બર્નાર્ડ આર્નાલ્ટ ૮૦.૨, વોરેન બફેટ ૭૯.૨, સ્ટીવ બિલ્મર ૭૬.૪,લેરી પેજ ૭૧.૩ , સર્જે બ્રિન ૬૯.૧,એલન મસ્ક ૬૮.૭.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.