Western Times News

Gujarati News

ઝઘડામાં ઉપરાણું લેનાર યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો

સમાધાન બાદ આરોપીએ છરી મારી દીધી

આ કેસમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું

અમદાવાદ,શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનની હદમાં હત્યાનો બનાવ બનતા પોલીસે તપાસ શરૂ કરી છે. રક્ષા બંધનના દિવસે ચાલીના નાકે બે લોકો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં પરેશ નામના યુવકે એક વ્યક્તિનું ઉપરાણું લેતા બીજા દિવસે આરોપીએ પરેશને છરીના ઘા મારી જાહેરમાં હત્યા કરી નાખી હતી.

આ કેસમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. શહેરના તાવડીપુરામાં રહેતા અલ્પેશભાઈ ઠાકોર પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમને એક નાનોભાઈ પરેશ પણ હતો. રક્ષાબંધનના દિવસે તમામ પરિવારજનો ઘરે ભેગા થયા હતા.

ત્યારે રાત્રે આઠેક વાગ્યાના સમયે ચાલીમાં રહેતા બલરામ ઠાકોરને ત્યાં જ રહેતા હિમાંશુ ઉર્ફે ભેમો રાવતની સાથે ચાલીને નાકે ઝઘડો થયો હતો. જેમાં પરેશે બલરામનું ઉપરાણું લઈને હિમાંશુ રાવતને કહ્યું હતું કે, ચાલીના નાકે તું ગાળા ગાળી ન કર. જે બાદમાં હિમાંશુ તેના ઘરના સભ્યોને લઈને પરેશના ઘરે આવીને ઝઘડો કરવા લાગ્યો હતો.

આ દરમિયાન ચાલીના અન્ય લોકો આવી પહોંચતા બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. બાદમાં બીજા દિવસે પરેશભાઈ તેમના ભત્રીજાને લઈને દવાખાને બતાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. થોડી જ વારમાં પરેશભાઈનો ભત્રીજાે ઘરે રડતો રડતો આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે ચાચુને આપણી ચાલીને નાકે ભેમાએ છરી મારી છે.

પરિવારજનો તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા અને જાેયું તો પરેશભાઈ બાઇક લઈને ઊભા હતા ચાલીના નાકાની બહાર હિમાંશુ રાવત ગાળો બોલતો હતો. હિમાંશું રાવત પોતાના હાથમાં રહેલી છરીથી પરેશભાઈના શરીર ઉપર ઘા મારતો હતો. જેથી આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપી હિમાંશુ ખુલ્લી છરી હાથમાં રાખીને ત્યાંથી ભાગીને દેવજીપુરા તરફ જતો રહ્યો હતો.

બીજી તરફ પરેશભાઈ ઠાકોરને વધારે ઘા વાગતા લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં પરેશભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃતક પરેશભાઈના ભાઈ અલ્પેશભાઈએ હિમાંશુ રાવત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.