ઝઘડિયાના અનરકેશ્વર મહાદેવ મંદિર ૧૩મી પેઢી દરમ્યાન પ્રથમ વખત શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે મંદિરના કપાટ બંધ રહ્યા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, વિશ્વભરમાં કોરોના વાયરસના સંક્રમણના ભરડામાં આવ્યું છે.ઝઘડીયા તાલુકા સહિત જિલ્લાભરમા રોજિંદા નવા કેસો ઉપસ્થિત થઈ રહ્યા છે.કોરોનાનું સંક્રમણ વધે નહીં તેના માટે તંત્ર દ્વારા પણ નાના મોટા મંદિરોમાં શ્રાવણ માસ દરમ્યાન અભિષેક નહીં પણ માત્ર દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવાનો સૂચન કરવામાં આવ્યું છે જેના પગલે શિવ ભક્તો માં એક તબક્કે નિરાશા વ્યાપી જવા પામી હતી તેમ છતાં ભક્તો ને દર્શન નો લાવો તો મળી રહયો છે.
ઝઘડીયા તાલુકાને મોટો નર્મદા કિનારો મળ્યો છે જ્યાં સેંકડો વર્ષ પુરાણા શિવ મંદિરો આશ્રમો જોવા મળે છે, તે પૈકીના બે મોટા મંદિરો અનરકેશ્વર મહાદેવ મોટાસાંજા તથા ગુમાનદેવ મંદિર જે મુખ્ય છે.શ્રાવણ માસમાં અહીં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લ્હાવો લેવા માટે આવે છે.તડકેશ્વર મહાદેવ મંદિર મોટાસાંજામાં દેવેન્દ્રગીરી ગોસાંઈ તેમની આ ૧૩ મી પેઢીના તેઓ વારસદાર છે જે અનરકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરે છે.તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી જે સમય વિશ્વમાં ચાલી રહ્યો છે તે સમય કદી અગાઉ જોવા મળ્યો નથી. આ સમય એવો છે કે મહાદેવના ભક્તોને પણ તેમના પરમાત્માથી દૂર રહેવું પડે તેમ છે.
જે મુજબ ગુજરાતભરના મોટા શિવ મંદિરોમાં અભિષેક નહીં પરંતુ ફક્ત દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ અનરકેશ્વર મહાદેવ મંદિર મોટાસાંજા ગામએ પણ મંદિરનો મુખ્ય દ્વાર ખોલી ભક્તો માટે ફક્ત દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.શ્રાવણ માસ શિવભક્તિ માટે અતિ ઉત્તમ હોવા પછી પણ અમે મંદિર સંચાલકો મજબૂર છીએ કે ભક્તોને ભક્તિનો લ્હાવો આપી શકતા નથી જેનું મુખ્ય કારણ છે કોરોનાનું સંક્રમણ નહીં વધે તે ધ્યાન રાખવું જરૂરી છે. જેથી અમોએ ફક્ત દર્શનની વ્યવસ્થા રાખી છે જે તમારી અત્યાર સુધીની ૧૩ મી પેઢી દરરમ્યાનન કદી બન્યું નથી જે આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે બન્યું છે જે એક ઐતિહાસિક ઘટના તરીકે અમે તેને ગણીએ છીએ.