ઝઘડિયાના ખડોલી ગામની સગીરાને બે માસ પહેલા ભગાડી જનાર યુવકને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો
કડિયા કામ કરવા જતી સગીરાને પતાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.
ભરૂચ: ઝઘડિયા તાલુકાના ખાંડેલી ગામનો અજય વસાવા બે માસ પહેલા કડિયા કામ કરવા જતી સગીરાને પતાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ ઝઘડિયા પોલીસ મથકમાં તે બાબતે ફરિયાદ આપી હતી. ભરૂચ પેરોલ ફલૉ સ્કોડે સગીરાને અજય વસાવાના ચુંગાલ માંથી તેને છોડાવી અજયને ઝઘડિયા પોલીસ ના હવાલે કર્યો છે.
ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરા બાજુના ગામમાં કડીયાકામે જતી હતી. સગીરને ઝઘડિયા તાલુકાના ખડોલી ગામના અજય બીજલભાઈ વસાવા સાથે પ્રેમ સબંધ હતો.ગત તા. ૫.૧૧.૧૯ ના રોજ સગીરા રોજિંદા ક્રમ મુજબ કડીયાકામે ગઈ હતી ત્યારે અજય વસાવા સગીરાને પટાવી ફોસલાવી લગ્ન ની લાલચ આપી તેની બાઈક પર બેસાડી ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ ઝઘડિયા પોલીસ મથકમાં અજય વસાવા વિરૃદ્ધ ફરિયાદ આપી હતી.
છેલ્લા બે માસ થી અજય સગીરાને લઈને ફરાર હતો. હાલમાં પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ના સૂચનાના અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પેરોલ ફર્લો સ્કોડ રાજપારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે સ્કોડ દ્વારા નાની ખડોલી ગામે છાપો મારી અજય બીજલભાઈ વસાવાને ઝડપી પાડ્યો છે અને તેના કબ્જા માંથી સગીરાને છોડાવી તેના પરિવારજનોને સોંપવાની કાર્યવાહી હાથધરી છે.