Western Times News

Gujarati News

ઝઘડિયાના ખેડૂતોએ રસ્તા સહીતના મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆત

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામથી લઈ નાના વાસણા સુધીના નર્મદા કિનારા ના પટ માંથી ખૂબ મોટા પાયે રેતી ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે.ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે પણ રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા ખેતરોના રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે ખેડૂતોની મંજૂરી મેળવ્યા વગર,ખેતીની જમીનને તથા પાકને નુકસાન થાય તે રીતે ઉભા ખેતરોમાં રસ્તાઓ બનાવી માફિયાગીરી કરી રહ્યા છે.

આ બાબતે ગામના કેટલાક ખેડૂતો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી મહેસુલ મંત્રી, પંચાયત મંત્રીને તેમના આઠ મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર આપી રજૂઆત રૂબરૂ મળી કરી છે.લેખિત રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે ગેરકાયદેસર રેતી ખનન રોયલ્ટી વગર રાત દિવસ ૨૪ કલાક રીતે ખનન બંધ કરાવવા તથા લીઝના બ્લોક આવેલ નથી તેવી જગ્યાએ પણ રેતી ખનન થાય છે તે બંધ કરાવવા રજુઆત કરી છે.

નદી માંથી રેતી ખનન કરી ઊંડા ખાડા પાડવા ના કારણે ભુતકાળમાં કુલ ચાર બાળકોના મોત થયેલ અને તેમાં પણ ચાર સગી બહેનો અને બે સગા ભાઈ – બહેનોના મોતથી લગ્નનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો હતો ખનીજ માફિયાઓ વારંવાર ધમકી આપે છે.

તેઓ ગેરકાયદેસર રેતી ખનન કરતા હોય તેની ખબર સરકારમાં જણાવતા અરજદારોને પણ ધાક ધમકી આપી હેરાન પરેશાન કરતાં હોય અને રજૂઆત કરનાર ખેડૂતોના પગદંડી રસ્તાઓનો ઉપયોગને લીધે ગામના બાળકો વૃદ્ધ વડિલો મહિલાઓને મોટી ટ્રકો રાત-દિવસની અવરજવર કરતા હોય ગ્રામજનોના જીવને જાેખમ હોય ગેરકાયદેસર લીઝ તેમજ બનાવેલો રસ્તો અને નદીમાં ગેરકાયદેસર પુલો બંધ કરાવવા તેમજ જ્યાંથી રેતી ભરેલા વાહનો અવરજવર કરે છે તે રસ્તો વિવાદમાં હોય મામલતદાર ઝઘડિયા માં હાલ કેસ ચાલુ હોવા છતાં પણ તે રસ્તે વાહનો અવરજવર કરે છે. મામલતદારે પણ આ રસ્તાનો ઉપયોગ નહીં કરવા જણાવેલ હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.