ઝઘડિયાના ગુમાનદેવની કાવેરી ખાડીના કિનારે મગરે દેખાદેતા ગ્રામજનોમાં ભય
ગુમાનદેવ ખાતે આવેલી નર્સરીના પાછળના ભાગમાં કિનારા પર મગર આરામ ફરમાવતો હોવાનો વિડીયો વાયરલ.
નાના સાંજા ગ્રામ પંચાયતે મગરે દેખાદેતા ઝઘડિયા વિભાગને જાણ કરી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતેથી વહેતી કાવેરી નદીના કિનારે નર્સરીના પાછળના ભાગમાં મગર દેખાયો હતો. સ્થાનિકો દ્વારા મગરનો વીડીયો વાયરલ થતા નાના સાંજા ગામ પંચાયતે ઝઘડિયા વનવિભાગને જાણ કરી છે.
ભરૂચ જીલ્લા ના ઝઘડીયા તાલુકા માંથી વહેતી નર્મદા કિનારે મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે.મગરો થી બચવા તાલુકાના દરેક કિનારાના જાહેર સ્થળોએ સાવચેતીના બોર્ડ પણ લગાવાયા છે.પરંતુ હવે મગરો નર્મદા ઉપરાંત સામાન્ય વહેતી ખાડીઓમાં પણ જોવા મળી રહ્યા છે.ઝઘડિયાના ગુમાનદેવ ખાતે થી વહેતી કાવેરી ખાડી પર બે બ્રિજ આવેલા છે.તે પૈકીના રેલ્વેના બ્રિજની બાજુમાં આવેલ ગુમાનદેવ નર્સરીના પાછળના ભાગના કિનારે ગતરોજ મગર દેખાયો હોવાનો વિડીયો સ્થાનિકો દ્વારા સોશ્યલ મીડિયા માં વાયરલ કરવામાં આવ્યો હતો.
વીડિયોમાં મગર નર્સરીના પાછળના કિનારે આરામ ફરમાવતો હોવાનું જણાય રહ્યુ છે.મગરે ગુમાનદેવ તરફના કિનારા પર દેખાદેતા નાના સાંજા ગ્રામ પંચાયત દ્વારા ઝઘડીયા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.કાવેરી ખાડીના કિનારા પર આવેલ નાના સાંજા તથા ગુમાનદેવ ગામના લોકો માં મગરનો ભય જોવા મળી રહ્યો છે.