ઝઘડિયાના ગોવાલી ગામે ખરાબ રસ્તાનાં વિરોધમાં ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન
રસ્તા રોકો આંદોલનના પગલે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ત્રણ કિ.મી સુધી વાહનોની કતારો લાગી.
માર્ગ દુરસ્ત કરો અને ઊડતી ધૂળથી છૂટકારો અપાવવા પાણી છંટકાવની માંગ.
ઝઘડિયા પોલીસનો કાફલો દોડી આવતા રસ્તો ખુલ્લો કરાયો,ગ્રામજનો મામલતદારને આવેદન આપશે.
(વિરલ રાણા) ભરૂચ,
ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ જ્યારથી તેની વિસ્તૃતિકરણની કામગીરી ચાલુ થઈ છે.ત્યાર થી જ વિવાદમાં રહ્યો છે.બેદરકારી ભરેલ કામગીરી ના પગલે ખરાબ રસ્તાના કારણે પાંચ વર્ષ બાદ પણ સરદાર પ્રતિમા ધોરીમાર્ગ નવીનીકરણ નું કામ પૂર્ણ થયું નથી.વહીવટી તંત્રની આવી દિલ્હીના કારણે છેલ્લા પાંચ વર્ષથી નાના-મોટા વાહન ચાલકો તેમજ માલવાહક વાહન ચાલકો ભાડે હારવાળી નો સામનો કરી રહ્યા છે.ચાલુ સાલે રાજ્યમાં ભારે વરસાદને કારણે રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બની છે.જેને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે.જ્યારે તંત્ર કામગીરી કરી હોવાના બણગા ફૂંકી રહ્યુ છે.ત્યારે ભરૂચ જીલ્લામાં ખરાબ રસ્તાઓને લઈ લોકોમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે.વરસાદના વિરામ વચ્ચે હવે અત્યંત બિસ્માર માર્ગો ધૂળિયા બની ગયા છે.ખરાબ રસ્તાથી કંટાળેલા લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તો રોકી રાખતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. તંત્રને વારંવાર રજૂઆતો અને માંગણીઓ છતાં ખરાબ રસ્તાનું નવીનીકરણ નહિ કરાતા આજે મંગળવારે સવારે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ જવાના માર્ગ ઉપર ગોવાલી ગામ ખાતે નાના સાંજા તેમજ ગોવાલી ગામના ગ્રામજનો ઉતરી પડ્યા હતા. મુલદ ચોકડીથી ઝઘડિયા રાજપીપળા જતા માર્ગને ગોવાલી ગામ પાસે વાહનો અટકાવી દેવાયા હતા.સવારે ૯ કલાકે મહિલાઓ સહિત લોકોએ બિસ્માર માર્ગ અને ઊડતી ધૂળને લઈ રસ્તા રોકો આંદોલન કરતા જોત જોતામાં બન્ને તરફ વાહનોની કતારો ૩ કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી.એક કલાક સુધી વાહનો અટકાવી રાખ્યા બાદ પોલીસે દોડી આવી ગ્રામજનોને સમજાવી મામલો થાળે પાડી લોકોને રસ્તા પરથી હટાવતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. ગ્રામજનો ખરાબ રસ્તા મુદ્દે ઝઘડિયા મામલતદારને હવે આવેદનપત્ર આપનાર હોવાનુ સાંભળવા મળ્યું છે.