ઝઘડિયાના જરસાદ ગામે નજીવી બાબતે યુવકે બે મહિલાને માર માર્યો
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના જરસાદ ગામની નવી નગરીમાં રહેતા વંદનાબેન બુધાભાઈ વસાવા ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગતરોજ સાંજના વંદનાબેન તેમના બાળકો તથા સાસુ બીજુબેન ઘરે હાજર હતા.
ત્યારે તેમના ઘરની સામે રહેતા સંજય વસાવા ના તેમના ઘરે આવી કહેવા લાગેલા કે તમે અમારા ઘરના આંગણામાં બાંધેલી માટીની પાળ કેમ તોડી નાખી છે? તેમ કહેતા વંદનાબેન ની સાસુ બિજુબેને જણાવેલ કે અમે તમારી પાળ નથી તોડી, તમારી પાળ ચોમાસામાં વરસાદ પડવાના કારણે ધોવાઈ ગઈ છે.જેથી સંજય એકદમ ઉશ્કેરાઈ જઈ ગમેતેમ ગાળો બોલી બીજુબેન ને લાત મારતો હતો.
જેથી વંદનાબેને જણાવેલ કે મારી સાસુ ને કેમ મારો છો તેમ કહેતાં સંજય લાકડી નો સપાટો લઈ દોડી આવી વંદનાબેનને લાકડીના સપાટા મારી ઈજા કરી હતી અને બોલતો બોલતો ઘરે જતો રહ્યો હતો.વંદનાબેન બુધાભાઈ વસાવાએ સંજય વસાવા રહે.જરસાદ વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.