Western Times News

Gujarati News

ઝઘડિયાના ઢૂંઢા ગામેથી એલસીબી એ વિદેશી દારૂનો જથ્થો ઝડપી ૪૨,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી એકની અટક કરી

એલસીબી દ્વારા બાતમીના આધારે અલગ અલગ બ્રાન્ડ ની કુલ ૩૬૬ નંગ બોટલો,રોકડા રૂપિયા, અને મોબાઈલ કબ્જે.

ભરૂચ: ભરૂચ જીલ્લા એલસીબી દ્વારા બાતમીના આધારે ઝઘડિયાના ઢૂંઢા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.એલસીબી દ્વારા અલગ અલગ બ્રાન્ડની ૩૩૬ નંગ બોટલો,રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી કુલ રૂપીયા ૪૨,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમની અટકાયત કરી છે.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ના ઓ દ્વારા હોળી ધુળેટી તહેવાર અનુસંધાને દારૂ જુગારની પ્રવુતિ નાબૂદ કરવા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. એલસીબીની ટીમ ઉમલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતીકે તાલુકાના ઢૂંઢા ગામનો નરેન્દ્ર ઉર્ફે નંદુ પૂનમ વસાવાના ઓ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો વેપાર કરે છે
અને દારૂનો જથ્થો તેના ઘરમાં સંતાડી રાખે છે.બાતમીના આધારે એલસીબી ટીમ ઢૂંઢા ગામે નરેન્દ્રના ઘરે છાપો માર્યો હતો.છાપા મારી દરમિયાન નરેન્દ્ર ના ઘર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.એલસીબીએ નરેન્દ્ર ઉર્ફે નંદુ વસાવાનીપણ અટક કરી હતી.નરેન્દ્રના ઘર માંથી અલગ અલગ બ્રાન્ડની ૩૩૬ નંગ વિદેશી દારૂ, લરોકડા રૂપિયા,મોબાઈલ મળી કુલ રૂપિયા ૪૨,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.નરેન્દ્રને દારૂ આપનાર રાજેશ બાવાભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.