Western Times News

Gujarati News

ઝઘડિયાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતમાં આવતી ગ્રાન્ટ અટકાવવા કલેકટરને રજૂઆત

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતમાં દુમાલા વાઘપુરા ગામના અજય ચુનીલાલભાઈ વસાવાએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલ વિકાસના કામોની અને આવેલી ગ્રાંટની માહિતી માંગી હતી.ગ્રામ પંચાયત દ્વારા તેની માહિતી સમયસર નહીં આપતા અરજદારે ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારીને અપીલ કરી હતી.

તાલુકા પંચાયત ઝઘડિયા દ્વારા ત્રણ અપીલની સુનાવણી બાદ દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના તલાટીને માહિતી આપવા કરેલ હુકમ ની પણ અવગણના કરી આજદિન સુધી અરજદાર અજય વસાવાને તલાટી-કમ-મંત્રી દુમાલા વાઘપુરા ગામ પંચાયત દ્વારા માહિતી આપવામાં આવી નથી,

જેથી તેણે માહિતી આયોગ ગાંધીનગરને અપીલ કરી છે.દુમાલા વાલપુરા ગ્રામ પંચાયતમાં વિકાસના કામમાં થયેલ કથિત ભ્રષ્ટાચાર બાદ પણ વહીવટી તંત્ર દ્વારા દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તે ગ્રાન્ટ ની ગ્રામ પંચાયતમાં આવેલ કી તાત્કાલિક ધોરણે સ્ટે અથવા બ્લોક કરવા જિલ્લા કલેકટરને અજય વસાવાએ લેખિતમાં રજૂઆત કરી છે.

તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા વિકાસના કાર્યો માટે ઘણી બધી ગ્રાન્ટ ફાળવેલ છે પરંતુ વિકાસના કામો કરવામાં આવતા નથી અને આડેધડ ચોપડા ઉપર હિસાબ બતાવી હિસાબની સરભર કરી મોટું કૌભાંડ કરવામાં આવેલ છે.

તલાટી કમ મંત્રી દુમાલા વાઘપુરાને માહિતી મેળવવાના અધિકાર હેઠળ અરજી કરેલ તેમ છતાં આજદિન સુધી કોઈ જવાબ આપ્યો નથી.દુમાલા વાધપુરા ગામ પંચાયતમાં આવતી કોઈપણ ગ્રાંટની માહિતી સામાન્ય માણસોને આપવામાં આવતી નથી.

દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે માહિતી અધિકાર માહિતી માંગવામાં આવેલ તેમ છતાં ફરીથી સરકારી નાણાંનો વહીવટ ભ્રષ્ટાચારી અધિકારીના હાથમાં ન જાય અને લોકગહીતમાં આવતા સરકારી નાણાંનો દુરુપયોગ ન થાય અને ભ્રષ્ટાચારીઓ આમાંથી કટકી ન કરે એ માટે યુદ્ધના ધોરણે ગ્રામ પંચાયત માં આવેલી કી ઉપર સ્ટે લાવી અને કી લોક કરવા રજૂઆત કરી છે અને બ્લોક કરી તેમને ગ્રાન્ટ અંગે ખર્ચા કરવા આપેલી સત્તા ને અટકાવવા જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત થઈ છે.

વધુમાં તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે ગામના વિકાસમાં જે પણ કામ થાય છે એમાં અરજદારને કોઈપણ જાતનો વિરોધ નથી પરંતુ અરજદારની માંગણી છે કે તમારા અધિકારીની એક સક્ષમ ટીમ બનાવી મુલાકાત કરી ટીમ દ્વારા કોઈપણ જાતના વિકાસના કામ કરે પરંતુ ભ્રષ્ટ અધિકારી દ્વારા સરકારી નાણાની કટકી ન થાય તેમ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.