Western Times News

Gujarati News

ઝઘડિયાના ધારોલી ગામેથી LCBએ ૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે એક મહિલાની ધરપકડ કરી

ભરૂચ, ભરૂચ જીલ્લા એલસીબી દ્વારા ઝઘડિયા તાલુકાના ધારોલી ગામેથી બાતમીના આધારે ભારતીય બનાવટની વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાંડની ૩૦૪ નંગ બોટલો જેની કિંમત ૨૫,૬૦૦ ઝડપી છે.છાપા મારી દરમિયાન એક મહિલા ની પણ ધરપકડ કરવામાં આવી છે.

ઝઘડિયા તાલુકામાં દેશી તથા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટાપાયે વેચાણ ગામે ગામ થઈ રહ્યું છે.લોકડાઉન ના સમયગાળામાં પણ ભારતીય બનાવટની વિદેશી દારૂ આસાનીથી ઉપલબ્ધ થઈ રહ્યો છે.જે ઝઘડિયા પોલીસ તથા એલસીબી ના છાપામારી દરમ્યાન પકડાયેલ જથ્થા પર થી ફલિત થાય છે.

ગતરોજ જીલ્લા એલસીબીને બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે ખાડી પાર ફરિયામાં રહેતો સુનિલ વિનોદ વસાવા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો તેના વાડામાં સંતાડેલો છે.એલસીબીએ બાતમીના આધારે ધારોલી ગામના ખાડી પાર ફળિયામાં સુનીલ વિનોદ વસાવાના ઘરે જઈ છાપો મારતા ઘર માંથી કાંઈ મળ્યું નથી પરંતુ તેના ઘરના વાડા ના ભાગે ઝાડી ઝાખરા નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો જણાયો હતો.એલસીબીએ ઝડપાયેલ વિદેશી દારૂ કબજે લઇ તપાસતા હતા

તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૩૦૪ બોટલો તથા બીયરના ટીન મળી આવ્યા હતા જે જપ્ત કર્યા છે.જપ્ત કરેલ માલની કિંમત રૂપિયા ૨૫૬૦૦ થાય છે.એલસીબી દ્વારા સુમન વિનોદ વસાવાની ધરપકડ કરી છે. એલસીબી એ સુમન વિનોદ વસાવા તથા સુનિલ વિનોદ વસાવા બંને રહેવાસી ધારોલી વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.