ઝઘડિયાના ધારોલી ગામે પોતાની માતાને માર મારતા પુત્રને પાડોશીએ ટોકતા તેના પર જીવલેણ હુમલો.
પોતાનો જ પુત્ર માતાને માર મારતો હોય માતા મારથી બચવા પાડોશીના ઘરે જતી રહી હતી જેથી પાડોશીએ તેને ઠપકો આપતા પુત્રએ પાડોશી પર લોખંડની પરાઈ વડે હુમલો કર્યો.
(વિરલ રાણા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે રાજેશ વસાવા નામનો ઇસમ તેની માતા તેજલ બેનને માર મારતો હતો જેથી મારથી બચવા તેજલબેન તેની પાડોશમાં રહેતા ધીરજભાઈના ઘરે જતી રહી હતી.રાજેશ તેની માં ની પાછળ પાડોશમાં દોડી ગયો હતો જેથી ધીરજભાઈએ રાજેશભાઈને ઠપકો આપ્યો હતો કે તું કેમ તારી માતાને માર મારે છે તેમ કહેતા રાજેશે ધીરજભાઈ પર લોખંડની પરાઈ વડે હુમલો કર્યો.
ઝઘડીયા તાલુકાના ધારોલી ગામે રહેતી શીલાબેન તેના પિતા ધિરજભાઇ સાથે રહે છે.ગતરોજ શીલાબેન તથા તેમના માતા પિતા સાથે ધરે બેઠા હતા ત્યારે પડોશમાં રહેતો રાજેશ કાંતિભાઈ વસાવા તેની માતા તેજલબેનને કોઈ કારણોસર માર મારતો હતો જેથી માર થી બચવા તેજલબેન તેની પાડોશમાં રહેતા ધીરજભાઈના ઘરે જતી રહી હતી.
તેજલ બેનની પાછળ તેમનો પુત્ર રાજેશ પણ તેમને મારવા પાડોશમાં ગયો હતો.પાડોશમાં રહેતા ધીરજભાઇએ રાજેશને ઠપકો આપ્યો હતો કે તું કેમ તારી માં ને મારે છે તેમ કહેતા રાજેશે જણાવ્યું હતું કે અમારા માં દીકરાના ઝઘડામાં કેમ પડો છો તેમ કહી રાજેશે ગમેતેમ ગાળો બોલી તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો.રાજેશ એકદમ ઉશ્કેરાઈ જઈ તેના ઘરેથી લોખંડની પરાઈ લાવી તેનો સપાટો ધીરજભાઈના માથાના પાછળના ભાગે મારી દીધો હતો અને બીજો સપાટો મોઢાના ભાગે મારતા બે દાંત તૂટી ગયા હતા.
હુમલામાં ધીરજભાઇ ગંભીર રીતે ધવાયા ધીરજભાઈના પત્ની દિવાળીબેન તથા પુત્રી લીલાબેને તેજલ બેનને વધુ માર માંથી બચાવ્યા હતા.ઈજાગ્રસ્ત થયેલ ધીરજભાઈને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વાલીયા સરકારી દવાખાને લઇ જવાયેલા જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલ બંધ હોય સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.ઘટના સંદર્ભે શીલાબેન સુરેશભાઈ વસાવાએ રાજેશ કાંતિભાઈ વસાવા રહેવાસી ધારોલી વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.