ઝઘડિયાના પોરા ગામના યુવકનો તલોદરા ગામના તળાવ માંથી મૃતદેહ મળ્યો.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના તળાવમાંથી એક ૩૦ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના પોરા ગામનો સતિષભાઈ રમેશભાઈ વસાવા નામનો ૩૦ વર્ષીય યુવાન તલોદરા ખાતે તેના સંબંધીને ત્યાં આવ્યો હતો. વધુમાં મળતી વિગતો મુજબ આ યુવાન માનસિક રીતે અસ્થિર હોઇ તેની દવા ચાલતી હતી.ગત તા.૧૮ મીના રોજ આ યુવક ઘરેથી ભાગીને ક્યાંક જતો રહ્યો હતો.
ત્યાર બાદ સંબંધીઓ અને ગ્રામજનો દ્વારા ગુમ થયેલ યુવકની શોધખોળ કરવા છતાં તે મળ્યો નહતો. દરમ્યાન તા.૧૯ મીના રોજ તલોદરા ગામના તળાવમાં કોઈનો મૃતદેહ હોવાની જાણ થઈ હતી.ત્યાર બાદ તપાસ કરતા આ મૃતદેહ ઘરેથી ભાગી ગયેલ યુવક સતિષનો હોવાનું જણાયું હતું.આ ઘટના બાબતે કનુભાઈ અમરાભાઈ વસાવા રહે.ગામ તલોદરા તા.ઝઘડીયાનાએ ઝઘડિયા પોલીસમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.