ઝઘડિયાના મુલદ ગામના નાસતાફરતા આરોપીને પેરોલ ફલૉ સ્ક્વોડે ઝડપી લીધો
ભરૂચ: પોલીસ મહાનિર્દેશક વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના અનુસંધાને પ્રોહિબિશન ના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા અંગેની ડ્રાઈવ ચાલતી હતી.ડ્રાઈવના અનુસંધાને ભરૂચ પેરોલ ફલૉ સ્ક્વોડના માણસો ઝઘડિયા પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે ઝઘડિયા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી લક્ષમણ ઉર્ફે લાલો ઉર્ફે બાબર મહેન્દ્ર વસાવા ને મુલદ ચોકડી વિસ્તાર માંથી ઝડપી લીધો હતો. ઝડપાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસ મથકમાં સુપ્રત કર્યો હતો.