Western Times News

Gujarati News

ઝઘડિયાના રાજપારડી ગામે મોબાઈલ રીપેરીંગની કેબીન તોડી મોબાઈલની ચોરી

૨૭,૫૦૦ ના અલગ અલગ કંપનીના ૧૫ મોબાઈલ ચોરો ચોરી કરી ફરાર થતા પોલીસ ફરીયાદ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે થી મોબાઈલ રીપેરીંગ ની કેબીનનું પતરૂ તોડી અલગ અલગ કંપનીના ૧૫ જેટલા મોબાઈલ ચોરી કરી લઈ ગયા છે.જેમ કુલ રૂપિયા ૨૭,૫૦૦ ના મોબાઈલ ચોરી થતાં મોબાઈલ રીપેરીંગ કરનારે રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે મુખ્ય રોડ ઉપર આવેલ મોબાઈલ રીપેરીંગ કરનારની કેબીનમાં મોબાઈલની ચોરી થવા પામી છે.રાજપારડીના મુખ્યમાર્ગ પર આવેલ રેસ્ટ હાઉસ આગળના ભાગમાં સાજુદ્દીન શેખ મોબાઈલ રીપેરીંગનું કામ કરે છે.

ગત સોમવારના રોજ તે સવારે દુકાન ખોલવા આવ્યો ત્યારે તેની કેબિન નું ઉપરના ભાગે આવેલ પતરુ કોઈ સાધન વડે તોડી નાંખેલ હતું. દુકાનમાં તપાસ કરતાં રીપેરીંગ માટે આવેલા મોબાઈલ ચોરી થયાનું સાજુદ્દીનને જણાવ્યું હતું.

મોબાઈલ રીપેરીંગની દુકાન માંથી અલગ અલગ કંપનીના કુલ ૧૫ નંગ મોબાઈલ હતા જેની અંદાજિત કિંમત ૨૭,૫૦૦ ની મત્તાની ચોરી કોઈ અજાણ્યા ઈસમો લઈ ગયા છે.જેથી દુકાન માલીક સાજુદ્દીન શેખે ગજરોજ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ચાર દિવસ પહેલા રાજપારડી ગામે એક લાખ થી વધુ રૂપિયાની કિંમતના સોના ચાંદીના ઘરેણાની ચોરી થવા પામી હતી જે રાજપારડી પોલીસ માટે પડકાર રૂપ સાબિત થઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.