ઝઘડિયાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓના વિદાય તેમજ સન્માન કાર્યક્રમ યોજાયો
વિદાય લેતા પીએસઆઈ જાદવ તેમજ નવા આવેલ પીએસઆઈ રાઠોડનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યુ.
(પ્રતિનિધિ) ભરૂચ,ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.બી.જાદવની ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી થઈ છે.
તેમજ રાજપારડી પોલીસ સ્ટેશનમાં નવા પીએસઆઈ તરીકે જી.આઈ.રાઠોડની નિમણુંક થઈ છે.ત્યારે આજરોજ રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે વિદાય લેતા પીએસઆઈ જે.બી.જાદવને વિદાય આપવાનો તેમજ નવા આવેલ પીએસઆઈ રાઠોડનું સ્વાગત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
અત્રે યોજાયેલ આ સન્માન સમારંભમાં નેત્રંગના પીએસઆઈ પાંચાણી તથા ઉમલ્લાના પીએસઆઈ ઠુમ્મર તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પીએસઆઈ જે.બી.જાદવની ૩ વર્ષ ૭ મહિના અને ૨૭ દિવસની રાજપારડીના પોલીસ અધિકારી તરીકેની કામગીરીને આવકારી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા વિદાય લેતા પીએસઆઈ જે.બી.જાદવ તેમજ નવા આવેલ પીએસઆઈ જી.આઇ.રાઠોડનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
નેત્રંગ પીએસઆઈ પાંચાણી તેમજ ઉમલ્લા પીએસઆઈ ઠુમ્મરે વિદાય લેતા પીએસઆઈ જે.બી.જાદવના અન્ય સાથે હળીમળી જવાના ભાવનાસભર સ્વભાવના વખાણ કર્યા હતા.
આ પ્રસંગે વિદાય લેતા પીએસઆઈ જે.બી.જાદવ રાજપારડી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા ગામોના નાગરીકો તેમજ પોલીસ સ્ટાફે તેમને ફરજ દરમ્યાન આપેલ સહયોગને યાદ કરતા ભાવવિભોર બની ગયા હતા અને નવા નિમાયેલ પીએસઆઈ રાઠોડને પણ સંપૂર્ણ સહયોગ આપતા રહે એવી અપીલ કરીને બન્ને પોલીસ અધિકારીઓનું સન્માન કરવા બદલ સહુનો આભાર માન્યો હતો.