ઝઘડિયાના લિંબેશ્ર્વર વગા માંથી ખેતરની ઓરડીનો દરવાજો કાઢી નાંખી સિંચાઈના સાધનોની ચોરી
સ્ટાર્ટર,ઓટો સ્વીચ,કોદાળા, પાવડા,ઝટકા મશીન,બેટરી મળી કુલ રૂપિયા ૧૪,૨૫૦ નો મુદ્દામાલની ચોરી.
ઝઘડિયા પંથકમાં ઘરફોડ ચોરી સાથે-સાથે ખેતરો માંથી સિંચાઈના સાધનો ચોરીએ માઝા મૂકી છે.ઝઘડિયા પંથકના રોજેરોજ સિંચાઈના સાધનોની ચોરીની ઘટનાઓ બનતી રહે છે.ઝઘડિયાના સુલતાનપુરા માં રહેતા ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડનુ એક ખેતર લિંબેશ્ર્વર વગામાં આવેલું છે. શનીવારના રોજ તેઓ સાંજે ખેતરેથી આવી બીજે દિવસે સવારે ખેતરે ગયા હતા ત્યારે ઓરડીનો દરવાજો કોઈએ કાઢી નાખ્યો હતો.
ઓરડીમાં મુકેલા સામાન પૈકી મોટર સ્ટાર્ટર,ઓટો સ્વીચ,કોદાળા, પાવડો,ઝટકા મશીન અને બેટરી ચોરી કરી કોઈ અજાણ્યા ચોર ઈસમો લઈ ગયા હતા.સિંચાઈના સાધનોની ચોરી થતા ખેડૂતોને ૧૪,૨૫૦ રૂપિયાનું નુકસાન થતા તેણે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.