ઝઘડિયાના લિમોદરા ગામે ઝેરી દવા પી લેતા યુવકનું મોત નીપજ્યું
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે એક ૨૨ વર્ષીય યુવકે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમ્યાન મોત થયું હતુ. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે રહેતા રતિલાલ ખાલપાભાઈ વસાવાને સંતામનાં બે પુત્રીઓ અને એક પુત્ર છે.ગતરોજ રતિલાલભાઈનો દિકરો રાજેશ સવારના નવેક વાગ્યાના સમયે મજુરીએ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.
ત્યાર બાદ ખબર મળી હતી કે રાજેશ ગામની બહાર જમીન પર પડેલ છે.આ વાતની ખબર મળતા રતિલાલભાઈ ત્યાં આવ્યા હતા.રાજેશ ત્યાં ઉલ્ટી કરતો હતો.રાજેશને પુછતા જાણવા મળ્યુ કે તેણે જાતે ઝેરી દવા પી લીધી હતી.
તેમ કહીને તેણે બોલવાનું બંધ કરી દેતા તેની હાલત ગંભીર જણાતા તેને ઝઘડિયા સેવારૂરલ દવાખાને લઈ જવાયો હતો.ત્યાર બાદ વધુ સારવારની જરુર જણાતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.જ્યાં સારવાર દરમ્યાન રાજેશનું મોત થયુ હતુ.ઘટના સંદર્ભે રતિલાલ વસાવાએ ઝઘડિયા પોલીસમાં જાણ કરી હતી.