ઝઘડિયાના લીંભેટ ગામે બાળકોને મળવા ગયેલા પિતા પર સાળાઓનો જીવલેણ હુમલો
સાળાઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ.
ભરૂચ: ઝઘડિયા તાલુકાના લીંભેટ ગામે રહેતા સુમનભાઈની પત્ની ટીનુબેન રીસાઈને છોકરાઓ સાથે છેલ્લા ત્રણ માસથી તેના પિયરમાં જતી રહી હતી.તે દરમ્યાન સુમનભાઈને છોકરાઓને મળવાની ઈચ્છા તથા તે ગામમાં જ આવેલી તેની સાસરીમાં ગયો હતો.ત્યારે તેના ત્રણ સાળાઓએ તેના પર ટોમી તથા લાકડી વડે જીવલેણ હુમલો કરી ઘાયલ કર્યો હતો.મારનો ભોગ બનનાર બનેવીએ ત્રણ સાળાઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઝઘડિયા તાલુકાના લીંભેટ ગામે રહેતા સુમનભાઈ ગોપાલભાઈ વસાવા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.ત્રણ માસ અગાઉ સુમનભાઈની પત્ની ટીનુબેન રિસાઈને છોકરાઓ લઈને તેના પિયર જતી રહી હતી.સુમનભાઈને તેમના છોકરાઓને મળવાનું મન થતાં તેઓ ગતરોજ લિંભેટ ગામમાં જ આવેલી તેમની સાસરીમાં ગયા હતા.સુમનભાઈએ તેમના પુત્ર આશિષને બોલાવ્યો હતો.તે દરમ્યાન તેમનો સારો બળવંતભાઈ, ભાણાભાઈ તથા મુકેશભાઈ સુમનભાઈ તેની પાસે ગયેલા અને એમ જણાવતા હતા કે તું કેમ અહીંયા આવેલ છે.
જેથી સુમનભાઈએ જણાવેલ કે હું મારા છોકરાઓને જોવા માટે આવ્યો છું તેમ કહેતા તેમના ત્રણેય સાળા એવું કહેવા લાગેલા કે તારે અહીંયા આવવું નહીં તુ અહીં આવશે તો તને માર મારીશું તેમ જણાવતા સુમનભાઈ કહેલ કે મારા છોકરા છે એટલે હું તેને જોવા માટે આવીશ.જેથી ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ જઈ સુમનભાઈ સાથે ઝપાઝપી કરી માં બેનની ગાળો બોલવા લાગેલા.
આ દરમ્યાન બળવંતભાઈ તેના ઘરમાં જઈ લોખંડની ટોમી લઈ આવી સુમનભાઈના માથાના ભાગે મારી દેતા લોહી લુહાણ થઇ ગયા હતા.જ્યારે ભાણાભાઈ નજીકમાંથી લાકડી લઈ આવી સુમનભાઈની પીઠના ભાગે સપાટા મારવા લાગેલ અને મુકેશભાઈએ ઢીકા પાટુનો માર મારવા લાગેલા અને સુમનભાઈને નીચે પાડી દીધો હતો.આ ઘટના બાબતે બનેવી સુમનભાઈ ગોપાલભાઈ વસાવાએ તેમના સાળા (૧) બળવંત ચંદુભાઈ વસાવા (૨) ભાણા કરસનભાઈ વસાવા (૩) મુકેશ કરસનભાઈ વસાવા ત્રણે રહેવાસી લિંભેટ તાલુકો ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.