ઝઘડિયાના વાઘપુરા પાસે ટ્રક ચાલકે બાઈક સવારોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો
અકસ્માતમાં બાઈક સવાર એકનું ઘટના સ્થળ પરજ મરણ થયું જયારે બીજા બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. : અકસ્માત સર્જી ટ્રક ચાલાક ફરાર થઈ ગયો હતો.
ભરૂચ: ઘડિયા તાલુકાના વાઘપુરા પાસે બે બાઈક સવારોને રાજપારડી તરફ થી આવતી ટ્રકના ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.અકસ્માતમાં એક બાઈક સવારનું ઘટના સ્થેળે જ મરણ થયું હતું.જયારે બીજા બાઈક સવાર ને ગંભીર ઈજાઓ પહોંચતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.તો અકસ્માત સર્જી ટ્રક ચાલાક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો.
ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ પાસે જંગલ ખાતાનું કામ ચાલે છે.આ કામમાં નેત્રંગ તાલુકાના કેટલાક લોકો કામ કરતા હતા.ગતરોજ સાંજે વાઘપુરા કામ કરતા કામદારો પૈકી રાકેશ જેસીંગભાઇ વસાવા અને અભિષેક દીપકભાઈ વસાવા ના ઓ ઝઘડિયા બજારમાં ખરીદી કરવા માટે બાઈક લઈને નીકળ્યા હતા.તેઓ વાઘપુરા નજીકથી પસાર થતા હતા તે દરમ્યાન રાજપારડી તરફ થી આવતા અને ઝઘડિયા તરફ જતા એક ટ્રક ચાલકે પોતાની ટ્રક બેફિરાઈ અને ગફલતભરી રીતે ચલાવી ટ્રકની આગળ ચાલતા રાકેશ અને અભિષેકની બાઈકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.અકસ્માતમાં બાઈક સવારો રોડપર પટકાયા હતા. અકસ્માતમાં બંને બાઈક સવારો ગંભીર રીતે ઘવાયા હતા.
અકસ્માત સર્જી ટ્રક ચાલાક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. ઘવાયેલાઓ પૈકી અભિષેક દીપકભાઈ વસાવા નું વધુ ઈજાઓના કારણે ઘટના સ્થળેજ મરણ થયું હતું.જયારે અન્ય બાઈક સવાર રાકેશ જેસીંગભાઈ વસાવાના ઓને ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતની ફરિયાદ કિશનભાઈ ભરતભાઈ વસાવા (જેસીબી ડ્રાઈવર) રહે,નેત્રંગ નાઓએ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે ફરાર ટ્રક ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.