ઝઘડિયાના સાંઈ વાટિકાના બિલ્ડરની બેદરકારીથી ગાય લિફ્ટના ખાડામાં પડી
ફાયર ટેન્ડર અને જીવદયાના સ્વયંસેવક દ્વારા મહામહેનતે ગાયને હેમખેમ બહાર કાઢી હતી: અધૂરા કામ મૂકી પલાયન થયેલ બિલ્ડર સામે આક્રોશ |
(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયાની વાલિયા ચોકડી પર આવેલ સાંઈ વાટિકાના બિલ્ડરની બેદરકારીના પગલે ગાય લિફ્ટના ખાડામાં પડી હતી.શોપિંગ સેન્ટર અને ફ્લેટોનું અધૂરું મુકાયેલ કામ જીવનું જોખમ ઉભું કરીરહ્યું છે.ફાયર ટેન્ડર અને જીવદયાના સ્વયં સેવક દ્વારા લિફ્ટના ખાડામાં પડેલ ગાય નો જીવ બચાવાયો.
ઝઘડિયા ગામની વાલિયા ચોકડી પર છેલ્લા કેટલા વર્ષો થી સાંઈ વાટિકાના બિલ્ડર દ્વારા શોપિંગ સેન્ટર અને ફલેટોની કામગીરી અધૂરી રાખવામાં આવી છે. અધૂરી કામગીરી અને તેનો કોઈ રખેવાળ નહિ હોઈ આવન જાવન માટે કોઈ રોકટોક નથી.ગતરોજ બિલ્ડર દ્વારા લિફ્ટ બનાવામાટે એક પાકો ખાડો બનાવાયો હતો તેમાં ગાય પડી હતી.ખાડામાં અનહદ ગંદકી હોઈ સ્થાનિકો દ્વારા ફાયર ટેન્ડર અને ઝઘડિયાના વાલિયા ચોકડી પર રહેતા જીવદયા ના સ્વયં સેવક સુનિલ શર્મા ને જાણ કરી હતી. જીવદયા અને ફાયર ટેન્ડર દ્વારા રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ ગાયને દોરડા વડે બાંધી ખાડામાં થી બહાર કાઢવામાં આવી હતી. સદ્દનસીબે ગાયને કોઈ જાન હાની થવા પામી નથી. શોપિંગ સેન્ટર અને ફ્લેટોનું અધૂરું મુકાયેલ કામ જીવનું જોખમ ઉભું કરીરહ્યું છે. છેલ્લા કેટલા વર્ષોથી અધૂરી કામગરી રાખી પલાયન થયેલ બિલ્ડર સામે આવા જોખમ રૂપ અને અધૂરા બાંધકામ બદલ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવો સુર સ્થાનિકોમાંથી સાંભળવા મળ્યો હતો.*