ઝઘડિયાના સેલોદ ગામે થી ચાર પરપ્રાંતીય ઈસમો જુગાર રમતા ઝડપાયા
રોકડા રૂપિયા,મોબાઈલ મળી ૨૧૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો.
ભરૂચ: ઝઘડિયા તાલુકાના સેલોદ ગામની પ્રાથમિક શાળાના પાછળના ભાગેથી ઝઘડિયા ગામમાં રહેતા ચાર પરપ્રાંતીયોને જુગાર રમતા ઝઘડિયા પોલીસે ઝડપી લીધા છે. ઝડપાયેલ જુગારીયાઓ પાસે રોકડા રૂપિયા, મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૧૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝઘડિયા પંથકમાં ગુનાહિત પ્રવુતિઓ દિવસે દિવસે વકરી રહી છે.ઘરફોડ ચોરી,જુગાર,દેશી વિદેશી દારૂનું વેચાણ વિગેરે ધધમધમી રહ્યું છે.તાલુકાવાસીઓ ગુનાહિત પ્રવુતિઓથી ત્રાસી ઉઠ્યા છે.રાણીપુર ખાતે જિલ્લા કલાકેકટરના રાત્રીસભાના કાર્યક્રમમાં પણ ઘરફોડ ચોરી,જુગાર,દેશી વિદેશી વિદેશી દારૂના વેચાણનો મુદ્દે રજૂઆત થઈ હતી.ગતરોજ ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી
કે ઝઘડિયા તાલુકાના સેલોદ ગામની પ્રાથમિક શાળાના પાછળના ભાગે ખુલ્લામાં કેટલાક ઈસમો પાનાપત્તાનો જુગાર રમે છે. ઝઘડિયા પોલીસે તેની ટિમ સાથે બાતમી વાળી જગ્યાએ છાપો માર્યો હતો.છાપામારી દરમિયાન કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળી પાનાપત્તા વડે હારજીત નો જુગાર રમતા હતા.છાપામારીમાં ચાર ઈસમો પોલીસના હાથે ઝડપાય ગયા હતા.
પોલીસે પાનાપત્તાના જુગારમાં ચાર મોબાઈલ ફોન રોકડા રૂપિયા મળી કુલ ૨૧૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે (1) દિનેશ ભુમાશંકર મિશ્રા હાલ રહે,રાજપૂત ફળિયું ઝઘડિયા મૂળ રહે,લોહસાઈ મધ્યપ્રદેશ (2) બિમલેશ બ્રીજબાં કેવર હાલ રહે,ચાર રસ્તા ઝઘડિયા મૂળ રહે,ડોળીયા તેથવાદ જી.મધ્યપ્રદેશ (3) સુરેશ પ્રસાદ છોટેલાલ મિશ્રા હાલ રહે,ચાર રસ્તા ઝઘડિયા મૂળ રહે,ડોડોળીયા તેથવાદ જી.મધ્યપ્રદેશ (4) હરિલાલ રંકેવળ પ્રસાદ બાગ પાછળ ઝઘડિયા મૂળ રહે મિર્જાપુર ઉત્તરપ્રદેશ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.