ઝઘડિયાના હનુમાન ફળિયામાં સુએજ ગટર લાઈન જાહેરમાં લીક થતાં સ્થાનિકો હેરાન પરેશાન.
સુએજ ગટર લાઈન બનાવતા સમયે ગંભીર પ્રકારની બેદરકારી ઈજારાદાર દ્વારા રાખવામાં આવતા વારંવાર આ લાઈન લીકેજ થઈ રહી છે.
ભરૂચ, ઝઘડિયા નગરમાં છેલ્લા કેટલા વર્ષો પહેલા સુએજ ગટર લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું.કામ ચાલુ હતું તે દરમ્યાન જ આ સુએજ ગટર લાઈનની કામગીરી દરમ્યાન ગંભીર બેદરકારી ઈજારાદાર દ્વારા રાખવામાં આવેલ હતી.પહેલે થી જ વિવાદમાં સપડાયેલ આ સુએઝ ગટર લાઈન શરૂ થયા બાદ વધુ સમસ્યાઓ સર્જી હતી.જ્યાર થી સુએજ ગટર લાઈનના જોડાણો આપવામાં આવ્યા છે ત્યાર થી આ ગટરલાઈન માં દબાણ આવતાં ગમે ત્યાં લીકેજ થઈ રહી છે.
જેથી સ્થાનિકો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.હાલમાં ચાલી રહેલા કોરોનાવાયરસ ના લોકડાઉન સમયગાળા દરમ્યાન અતિ દુર્ગંધ મારતી સુએજ ગટર લાઈન ઝઘડિયાના હનુમાન ફળિયામાં જાહેરમાં લીક થતા લોકો હેરાન થઈ રહ્યા છે.બે દિવસથી આ લીકેજ ખૂબ જ દુર્ગંધ મારી રહ્યું છે જેથી આ બાબતે સ્થાનિકોએ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં પણ જાણ કરી છે.પરંતુ આ લખાય છે ત્યાં સુધી હનુમાન ફળિયામાં થયેલ લીકેજ બંધ થયું નથી.સત્વરે ઝઘડિયામાં પથરાયેલ સુએજ ગટર લાઈન જે વારંવાર લીકેજ થાય છે તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.