ઝઘડિયાની આરતી કંપનીના નવા પ્રોજેક્ટમાં પાણીના ટેન્કર સપ્લાઈ કરવા બાબતે બે ટ્રાન્સપોર્ટર વચ્ચે મારામારી

એક ઈસમે પંચ વડે હુમલો કર્યો : ઝપાઝપી દરમ્યાન મજૂરોને ચૂકવવાના ૩૯,૦૦૦ હાજર રૂપિયા ક્યાંક પડી ગયા.
ભરૂચ: ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આરતી કંપનીના નવા પ્રોજેક્ટમાં પાણીના ટેન્કર સપ્લાઈ કરવા બાબતે અંકલેશ્વરના બે ટ્રાન્સપોર્ટર વચ્ચે મારામારી થઈ છે.મારામારી દરમ્યાન નાસિર નામના ટ્રાન્સપોર્ટરને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.નાસિર સાથે ગાળાગાળી કરી એક ઈસમે પંચ વડે હુમલો કર્યો હતો.આ ઝપાઝપી દરમ્યાન મજૂરોને ચૂકવવાના ૩૯,૦૦૦ હાજર રૂપિયા ક્યાંક પડી ગયા હતા.
ઝઘડિયા જીઆઈડીસીમાં ટ્રાન્સપૉર્ટિંગ,ટ્રાવેલિંગ એજન્સી,મશીનરી ભાડે આપવા,લેબર સપ્લાઈ કોન્ટ્રાક્ટ લેવાના ધંધા બાબતે મોટી રસાકસી ચાલી રહી છે.મોટા માથાઓ આ બધા ધંધામાં માથું મારતા હોઈ સામાન્ય ટ્રાન્સપોર્ટર,કોન્ટ્રાક્ટરના,સ્થાનિકોના,જમીન ગુમાવનારાઓ ની ગજા બહારની વાત થઈ પડે છે.
ધંધા બાબતે ઝઘડિયા જીઆઈડીસી માં નાના મોટા ઝઘડા ચાલતા હોઈ છે.ગત ૯મી એ પણ આવોજ એક મારામારી ની કિસ્સો બનવા પામ્યો છે. અંકલેશ્વરના રહેમત પાર્ક ખાતે રહેતા મૂળ કપલસાડી નાં વતની નાસિર બસીરખાન પઠાણ ટ્રાન્સ્પોર્ટીંગ નો વ્યવસાય કરે છે.જે ઝઘડિયા જીઆઈડીસીમાં તેના પાણીના ટેન્કર ચાલે છે.હાલમાં ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ માં નવો પ્રોજેક્ટ આવેલ છે.જેનું કામ સુરજ બિલ્ડકોન લિમિટેડ કરે છે.મંગળવાર ના રોજ સુરજ બિલ્ડકોનના પ્રોજેક્ટ ઈન્ચાર્જ સકીલભાઈ નો ફોન નાસિર પર ગયો હતો અને તેને પાણી સપ્લાઈ માટે ભાવ નક્કી કરવા કંપની પર બોલાવ્યો હતો.
નાસિર કંપની સાઈડ પર જઈ પોજેક્ટ ઈન્ચાર્જ સાથે વાત કરતો હતો ત્યારે અંક્લેશ્વરનો જયમીન પટેલ નામનો ટ્રાન્સપોર્ટર તેના અન્ય માણસો સાથે ત્યાં આવેલો અને નાસીરને કહેવા લાગેલ કે તું અહીં કેમ આવ્યો છે? પાણીના ટેન્કર બાબતે મારે કંપનીના મેનેજર સાથે વાત થયેલ છે તેમ કહી નાસીરને માંબેન સામાની ગાળો આપી એવું કહેતો હતો કે તલવાર લાવો તેમ કહેતા તેની સાથેનો યુનુસ મુલતાની ઉર્ફે ટાયગર દોડી આવ્યો હતો અને કહેતો હતોકે આના ટાંટિયા ભાંગી નાખો તેમ કહી તેના હાથમાંનો પંચ નાસીરને મારી દીધો હતો અને ઢીકાપાટુનો માર મારેલ હતો. જયમીન સાથે આવેલ અન્ય ઈસમો પૈકી પંકજ વસાવા નામના ઈસમે નાસીરની ઓડી કાર ને સળગાવી નાખવાની ધમકી આપી લાકડીના સપાટા ગાડીમાં મારતા તેના આગળના કાંચ તૂટી ગયેલ હતા. આ ઝપાઝપી દરમ્યાન નાસીરના ખિસ્સામાં મજૂરોને ચૂકવવાના ૩૯,૦૦૦ હજાર રૂપિયા હતા જે ક્યાંક પડી ગયા હતા. જયમીન તથા તેની સાથેના ઈસમો જતાંજતાં એવી ધમકી આપી ગયા કે તારી અમે વોચમાંજ હતા આજે તો તું બચી ગયો છે હવે પછી રસ્તામાં મળશે તો જાનથી મારી નાંખીશુ તારી લાશ મળવા નહિ દઈએ.
ઘટના બાબતે નાસિર પઠાણે ઝઘડિયા પોલીસ મથકમાં (૧) જયમીન પટેલ રહે,અંકલેશ્વર (૨) યુનુસ મુલતાની રહે.રહેમત પાર્ક અંકલેશ્વર (૩) પંકજ વસાવા રહે.બોરભાઠા અંકલેશ્વર તથા અન્ય છ ઈસમો વિરૃદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.