ઝઘડિયાની એકમાત્ર મહિલાઓ દ્વારા સંચાલિત સેલોદ ગામની દૂધ મંડળીને ડેરીના સાધનો અપાયા

દૂધ એકત્ર કરવા ટેન્ક, કોમ્પ્યુટરાઈઝડ ફેટ મશીન, દૂધની કેન અને દરેક સભાસદોને સ્ટીલની ડોલ નું વિતરણ કરવામાં આવ્યું.
ભરૂચ: ઝઘડિયા તાલુકાના સેલોદ ગામની એકમાત્ર મહિલાઓ સંચાલિત દૂધ ડેરી માટે ઝઘડિયાની બિરલા સેંચુરી કંપની દ્વારા ડેરીને લગતા સાધનો જેવાકે દૂધ એકત્ર કરવા ટેન્ક,કોમ્પ્યુટરાઈઝડ ફેટ મશીન, દૂધ કાઢવાનું મશીન,દૂધની કેન અને દરેક સભાસદોને સ્ટીલની ડોલ નું વિતરણ કરવામાં આવ્યું.
ઝઘડિયા તાલુકાના સેલોદ ગામે આવેલ કામધેનુ દૂધ ઉત્પાદક સહકારી મંડળી એ તાલુકાની એકમાત્ર દૂધ મંડળી છે જે મહિલાઓ દ્વારા સંચાલિત છે.મંડળીના ચેરમેન તરીકે નયનાબેન સેવા આપે છે.આ મંડળીનો તમામ વહીવટ મહિલાઓ કરે છે.ઝઘડિયા જીઆઇડીસીની બિરલા સેંચુરી કંપની દ્વારા મહિલાઓને વધુ પ્રોત્સાહિત કરવાના શુભ આશય સાથે કંપની દ્વારા કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (સી.એસ.આર) અંતર્ગત કામધેનુ દૂધ મંડળી ને ડેરી નો વહીવટ કરવામાં જરૂર પડતા તમામ સાધનો આપવામાં આવ્યા હતા.
કંપની દ્વારા દૂધ મંડળીને કંપનીના સી.ઈ.ઓ એસ.કે.મોહંતી ના હસ્તે દૂધ એકત્ર કરવું અને ઠંડુ કરવા માટેની ટેન્ક, કોમ્પ્યુટરરાઈઝડ ફેટ માપવાનું મશીન,દૂધ કાઢવાનું મશીન, દૂધ ભરવા માટે કેન તથા દૂધ મંડળીના તમામ સભાસદોને સ્ટીલની ડોલ વિતરણ કરવામાં આવી હતી.મંડળીના ચેરમેન નયનાબેને બિરલા સેંચુરી કંપનીનો મહિલાઓ સંચાલિત દૂધ મંડળીને પ્રોત્સાહિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.