ઝઘડિયાની ડીસીએમ કંપની દ્વારા દધેડા ગામ ખાતે ટ્રેક્ટર ટ્રોલીની સહાય આપી તેમજ નેત્રરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ડીસીએમ શ્રી રામ અલ્કલી એન્ડ કેમિકલ કંપની દ્વારા દધેડા ગ્રામ પંચાયતને સ્વછતા જાળવણીમાં ઉપયોગી ટ્રેક્ટર ટ્રોલી ની સહાય આપી હતી તથા તે દિવસે દધેડા ગામ ખાતે નેત્રરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૩ ગામોના ૩૮૧ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ડીસીએમ શ્રી રામ અલ્કલી એન્ડ કેમિકલ કંપની દ્વારા દધેડા ગામમાં સ્થળાંતરિત ઔદ્યોગિક કામદારોના લીધે સ્વચ્છતા જાળવણીમાં પડતી સમસ્યાઓને ધ્યાનમાં લઈ દધેડા ગ્રામ પંચાયતને ગામની સ્વચ્છતા તેમજ ગ્રામ્ય લોકોના સ્વાસ્થ્ય સુધારા હેતુ. સીએસઆર એક્ટિવિટી હેઠળ ટ્રેક્ટર ટ્રોલી ની સહાય આપવામાં આવી હતી.ડીસીએમ કંપની દ્વારા તે દિવસે દધેડા ગામમાં નિઃશુલ્ક નેત્ર તપાસ અને સારવાર કેમ્પનું આયોજન કર્યું હતું.આ કેમ્પમાં ઝઘડિયા સેવા રૂરલના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી.આ કેમ્પનો વધુ જરૂરિયાતમંદ લોકો લાભ લઈ શકે તે હેતુ થી કંપની દ્વારા જીઆઈડીસીની આજુબાજુના ૨૩ જેટલા ગામોમાં જાણ કરવામાં આવી હતી. જેથી આ કેમ્પમાં ૨૩ જેટલા ગામોના ૩૮૧ જરૂરિયાતમંદ દર્દીઓએ નેત્ર તપાસનો લાભ લીધો હતો.૨૯૦ દર્દીઓને મફત દવા તેમજ ચશ્માં આપવામાં આવ્યા હતા.
મોતિયા અને ઝામરના ૩૨ દર્દીઓને તાત્કાલિક નિઃશુલ્ક ઓપરેશન સેવારૂરલ ખાતે કરી આપવામાં આવનાર છે.આ પ્રસંગે ડીસીએમ કંપની ના કમલ નાયક, કલ્પેશભાઈ,સેવા રૂરલના વિક્રમસિંહ,દઢેડા ના સરપંચ જયેશ વસાવા તેમજ ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. *