Western Times News

Gujarati News

ઝઘડિયાની ન્યુબર્ગ એન્જિનિયરિંગ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ), ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ ન્યુબર્ગ એન્જિનિયરિંગ કંપનીમાં છ માસ પહેલ ૧,૫૦,૦૦૦ ની મત્તાની ચોરીની ઘટના બની હતી જેમાં ભરૂચ એલસીબી દ્વારા બાતમી ના આધારે બે આરોપીને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી બંનેને ઝઘાડીય પોલીસના હવાલે કર્યા છે.

ભરૂચ જીલ્લા પોલીસ અધિકક્ષકની સૂચના ના આધારે ભરૂચ એલસીબી દ્વારા ઘરફોડ ચોરી તથા ઔદ્યોગિક વસાહતોમાં થતી ચોરીના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી.જેમાં એલસીબીને બાતમી મળી હતી કે ઝઘડીયા જીઆઈડીસીની ન્યુબર્ગ એન્જિનિયરિંગ કંપનીમાં છ માસ પહેલા એસ.એસ ની એંગલો તથા ટ્યુબની ચોરી થઈ હતી.જેની ફરિયાદ ઝઘડીયા પોલીસ મથકમાં નોંધાઈ હતી.

આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામે હોવાની બાતમી મળતા જ એલસીબીએ બાતમીના આધારે નવાગામ ખાતે છાપો માર્યો હતો.જેમાં બે ઈસમો ની પ્રાથમિક પૂછપરછ કરી હતી.જેમાં તેમને અન્ય સાથીદારો સાથે મળી ન્યુબર્ગમાં ચોરી કર્યાનું કબુલ્યું હતું, એલસીબી દ્વારા (૧) દાલમિયાખાન ઉર્ફે સઈદખાન નેકશેખાન મૂળ રહે, કથા જિલ્લો. ભીંડ, મધ્યપ્રદેશ હાલ રહે, મીરાંનગર અંકલેશ્વર, (૨) દેવેન ઉર્ફે બોડો ફુલસિંગ વસાવા મૂળ રહે, ઝરણાં તા, નેત્રંગ. હાલ રહે, જીતાલી ફાટક પાસે અંકલેશ્વર ની ધરપકડ કરી છે અને ધરપકડ કરાયેલ આરોપીઓને ઝઘડીયા પોલીસના હવાલે કરવામાં આવ્યા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.