ઝઘડિયાની બિરલા સેન્ચુરી કંપની દ્વારા બે ગામની પ્રાથમિક શાળાઓમાં દશ અદ્યતન ઓરડાઓની સુવિધા પુરી પાડી
ઝઘડિયાના ફૂલવાડીમાં ૪ અને કપલસાડીમાં ૬ ઓરડા ગામની પ્રાથમિક શાળાઓમાં બિરલા સેન્ચુરી દ્વારા સીએસઆર ફંડ માંથી બનાવવામાં આવ્યા.
ભરૂચ: ઝઘડિયાના ફૂલવાડી અને કપલસાડી ગામની પ્રાથમિક શાળામાં બિરલા સેન્ચુરી દ્વારા કુલ ૧૦ અદ્યતન ઓરડાઓ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સુવિધારૂપે બનાવી આપ્યા છે.કંપની દ્વારા કપલસાડી ગામે ૬ અને ફૂલવાડી ગામે ૪ ઓરડા કંપનીના સીએસઆર ફંડમાંથી બનાવાયા છે.ફૂલવાડી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલનું કામ પણ કંપની દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારના અને અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં હજી સુધી કેટલીક પ્રાથમિક શાળાઓના મકાનો જર્જરિત હાલતમાં છે.કેટલી શાળાઓમાં ઓરડાઓ હોઈ છે પરંતુ સુવિધાના અભાવે તે નથી બરાબર છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગો દ્વારા તેમના સીએસઆર ફંડનો આવા વિસ્તારના ગામોમાં ખાસ કરીને શિક્ષણ પાછળ ઉપયોગ કરવામાં આવતો હોઈ છે.
આદિવાસી વિસ્તારના ગામોમાં બાળકોનું શિક્ષણનું સ્તર ઉંચુ આવે અને શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓની રુચિ વધે તેવા શુભ આશયથી સીએસઆર ફંડ નો ઉપયોગ થઇ રહ્યો છે.ઝઘડિયા જીઆઈડીસીની બિરલા સેન્ચુરી દ્વારા શિક્ષણ પાછળ તેના સીએસઆર ફંડ નો ઉપયોગ થઈ રહ્યો છે.કંપની દ્વારા કપલસાડી અને ફૂલવાડી ગામની પ્રાથમિક શાળામાં ૧૦ ઓરડા બનાવ્યા છે.કંપની દ્વારા કપલસાડી ગામે ૬ અને ફૂલવાડી ગામે ૪ અધતન ઓરડાઓ બનાવાયા છે. ફૂલવાડી ગામે શાળાની કમ્પાઉન્ડવોલનું પણ કામ કરવામાં આવ્યું છે.કંપની દ્વારા બનાવાયેલ ઓરડાઓ આજ રોજ ગામને અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કંપનીના સીઓઓ એસ.કે.મોહંતી,કંપનીના અધિકારીઓ,કપલસાડી,ફૂલવાડી ગામના સરપંચ, સભ્યો તેમજ ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ગ્રામજનોએ સુવિધારૂપ ઓરડાઓ બનવાથી વિદ્યાર્થોને શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાશે અને શિક્ષણનો વ્યાપ વધશે તેવો અભિગમ વ્યક્ત કર્યો હતો.