ઝઘડિયાની સ્ટેટ બેંક શાખામાં સિક્યુરિટી કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા બે દિવસ શાખા બંધ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકામાં કોરોના નું સંક્રમણ દિવસે દિવસે ફરીથી વધી રહ્યું છે.ઝઘડિયા તાલુકા મથક હોય અહી હજારોની સંખ્યામાં લોકો આવન-જાવન કરતા હોય છે, જેથી સંક્રમણ વધુ ફેલાવાની શક્યતા રહે છે.એક તરફ જીલ્લાનું આરોગ્ય વિભાગ રસીકરણ માં વ્યસ્ત છે ત્યારે કોરોનાના સંક્રમિત કેસોમાં પણ મોટાપાયે ઉછાળો આવ્યો છે અને હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે.
આજરોજ ઝઘડિયા સ્ટેટ બેન્ક શાખામાં ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા સોમવાર અને મંગળવાર ઝઘડિયા શાખા બંધ રાખવામાં આવી છે.બુધવાર થી શાખા રાબેતા મુજબ શરૂ થશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે તેમ શાખા મેનેજરે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી જેમ જ રાષ્ટ્રીયકૃત બેંકો કોરોના કાળમાં પણ ચાલુ હતી.બેંકોનો સ્ટાફ પણ સંક્રમિત થયો હતો ત્યારે બેંકોના સ્ટાફને આરોગ્ય વિભાગ કોરોના વોરિયર્સ માં ગણતું નથી તેથી બેંક સ્ટાફ માં નિરાશા જોવા મળી છે.બેંક સ્ટાફમાં કોરોના સંક્રમણ થવાનુ જોખમ વધુ રહે છે.