ઝઘડિયાની H.S.C.L કંપનીમાં ફરજ બજાવતા મેનેજર સાથે છેતરપિંડી- ૯૪૭૪૫ રૂ.ની ઉઠાંતરી
ઝઘડિયા પોલીસે ૬ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: પેટીએમના કેવાયસીની જરૂરિયાત માટે બેંકીંગ સબંધી અંગત માહીતીની જરૂર હોય વાતવાતમાં તેણે મેનેજરના ડેબિટ કાર્ડની નંબર તથા સીવીવી નંબર અને ઓટીપી માંગતા તેણે આપી દીધા હતા જેનો લાભ લઈને ઠગ ટોળકીએ તેના ખાતા માંથી રૂપિયા ઉપાડી લીધા હતા.
ઝઘડીયા જીઆઈડીસીની એચ.એસ.સી.એલ કંપનીમાં કામ કરતા મેનેજરને ફોન કરી તેનું પેએમટી એક્સપાયર થઈ ગયું હોય અને તેનું કેવાયસી કરાવવાનું હોય ડેબિટ કાર્ડ અને બેન્કિંગ સંબંધી અંગત માહિતી જેવીકે સીવીવી નંબર,પાસવર્ડ વગેરે માંગી હતી મેનેજરે તે આપ્યા બાદ ઠગ ટોળકીએ તેનો ઉપયોગ કરી મેનેજરના ખાતા ૯૪૭૪૫ રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી ઉપાડી લીધા હતા.ઝઘડિયા પોલીસે જેના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા તે ઈસમો વિરુદ્ધ તથા જે મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો તે સીમ કાર્ડ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોધી છે.
ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ એચ.એચ.સી.એલ કંપનીમાં વડોદરાના વિનોદ અંબુભાઈ પટેલ મેનેજર તરીકે છેલ્લા આઠ માસ થી ફરજ બજાવે છે. ગત તા.૭.૫.૨૦ ના રોજ વિનોદ પટેલ વડોદરા થી ઝઘડિયા કંપની તરફ આવતા હતા તે દરમ્યાન રસ્તામાં એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને તેમણે જણાવેલ કે તેઓ પેટીએમ માંથી બોલે છે અને તમારું પેટીએમ નો કે.વાય.સી એક્સપાયર થઈ ગયેલ છે.જેથી તમારી પેટીએમ સર્વિસ ચાલુ રાખવા માંગતા હોવ તો પેટીએમ કેવાયસી, પેટીએમ મોબાઈલ નંબર અને અન્ય સરકારી ડોક્યુમેન્ટ તથા ડેબિટ કાર્ડ નંબર તેનો પાસવર્ડ અને ઓટીપી માંગતા મેનેજરે તમામ બેકીંગને લગતી અંગત માહીતી આપી હતી.બપોર બાદ મેનેજરને શંકા જતા તેણે તેના ખાતામાં નેટ બેન્કિંગ દ્વારા ચેક કરતા નાણાં ડેબિટ થયેલા હતા.
મેનેજર વિનોદ પટેલે મોબાઈલ પર કોલ કરનારે માગ્યા મુજબની અંગત માહિતી,કાર્ડ નંબર,સીવીવી નંબર,પાસવર્ડ અને ઓટીપી આપેલ તેનો ઉપયોગ કરી ઠગ ટોળકીઓ દ્વારા વિનોદ પટેલના સ્ટેટ બેંકના ખાતા માંથી ૯૪૭૪૫ રૂપિયા વિશ્વાસઘાત કરી ઉપાડી લીધા હતા.વિનોદ પટેલે સ્ટેટ બેંક ઝઘડિયા શાખા તથા ઝઘડિયા પોલીસ મથકનો સંપર્ક કરી તેની સાથે થયેલ છેતરપિંડી ની ફરિયાદ કરી હતી અને તેની કોપી સાયબર સેલ ભરૂચને પહોંચાડી હતી.
સાયબર સેલ દ્વારા તપાસ કરતા ઉપાડેલ રૂપીયા કોના ખાતામાં જમા થયા છે તે તથા વિનોદ પટેલ પર કોના નંબર પર થી કે.વાય.સી માંગવા માટે કોલ આવ્યો હતો તેની તપાસ કરતા છ જેટલા ઈસમોની સંડોવણી આ છેતરપિંડીમાં હોવાનું ફલિત થયું હતું.જેથી વિનોદ અંબુભાઈ પટેલે ગતરોજ તારીખ ૨૦.૬.૨૦ના રોજ ઝઘડિયા પોલીસ મથક માં (૧) ઓન કુમાર શ્યામસુંદર રાવત રહે.યદુવંશ નગર,ચાસ,જી.બોકારો,ઝારખંડ (૨) વિશાલકુમાર પવનસિંગ રહે.ઝુંડો,જી.જમુઈ,બિહાર (૩) સંદિપકુમાર મંડલ રહે.સિદ્ધિવિનાયક સોસાયટી,જકાતનાકા,સુરત (૪) સુધીર મહેશ્વર રાવત રહે.ખૈરા જી.જમુઈ, બિહાર (૫) લેલા ખાતુન લયેબ,રહે.પટીકાબરી ડાંગાપરા,નાવડા,મુર્શિદાબાદ,પશ્ચિમ બંગાળ (૬) રીના બાઈ રહે.આશા ખેડી,ગુના કોલુઆ,મધ્યપ્રદેશ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે કાયેદસર ની કાર્યવાહી હાથધરી છે.