Western Times News

Gujarati News

ઝઘડિયાનો કાવેરી બ્રિજ દસ દિવસ માટે બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સમારકામ માટે બ્રિજ બંધ રાખતા રાજપીપળા ઉમલ્લા રાજપારડી ઝઘડીયા તરફથી અંકલેશ્વર, સુરત, ભરૂચ અને વડોદરા તરફ જતા વાહન ચાલકોને ઝઘડિયાથી વાયા જીઆઈડીસી થઈ કપલસાડી ફાટક સુધીનું ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે.

ગત તારીખ ૧૭.૫.૨૩ ના રોજ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા અચાનક જ એક દિવસ અગાઉ અંકલેશ્વર વાયા ઝઘડિયા,રાજપીપલા રસ્તા ઉપર આવેલ કાવેરી નદી પર પુલ પરથી ભારે તથા હલકા વાહનો પસાર થાય છે તે પુલ જૂનો હોવાથી પુલના બેરિંગના પેડેસ્ટલને રીપેરીંગ કરવાનું થતું હોય

૧૮.૫.૨૩ થી ૨૮.૫.૨૩ સુધી બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા દરખાસ્ત મળી હતી જેના પગલે ઝઘડિયા તરફથી આવતા વાહનો વાલીયા ઝઘડિયા ચાર રસ્તા થી વંઠેવાડ થઈ સેલોદ થઈને જીઆઈડીસી ફૂલવાડી કપલસાડી થઈ બોરોસીલ નાનાસાજા ત્રણ રસ્તા તરફ જઈ શકશે

તથા ઝઘડિયા તરફ જતા વાહનો બોરોસીલ કપલસાડી જીઆઈડીસી ઝઘડિયા તરફ જઈ શકશે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.કાવેરી નદી પર નો પુલ ૧૮ તારીખથી બંધ રાખવાનો હતો પરંતુ આ પુલ તા ૧૯ બપોર બાદ વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો

જેના પગલે રોજિંદા ધંધાર્થે નોકરીએ જતા વાહન ચાલકોને ભાડે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.કપલસાડી ફાટક પાસે રેલવે દ્વારા બનાવવામાં આવેલુ ગળનાળુ પણ એટલું જ સાંકડું અને સાંકડી જગ્યામાં,અવ્યવસ્થિત જગ્યાએ બનાવેલ હોય મોટા વાહનો ખાસ કરીને જીઆઇડીસી માંથી નીકળતા અને જીઆઇડીસીમાં

જતા વાહનોને ગળનાળા માંથી ટર્ન લઈ બહાર નીકળવામાં ભારે સમસ્યા ઉભી થઈ રહી છે જેના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ રહે છે.આ ઉપરાંત ઝઘડિયા વાલિયા ચોકડી પરથી જીઆઇડીસી તરફ જતો સીંગલ રસ્તો પણ ડાયવર્ઝનના કારણે ટ્રાફિકથી ભરેલો રહે છે તથા

ફૂલવાડી થી કપલસાડી ગરનાળા થઈ બોરોસીલ કંપની સુધી પહોંચતો રસ્તો પણ સિંગલ હોય વાહન ચાલકોને ભાડે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.અચાનક જાહેરનામું બહાર પાડી ડાઈવર્ઝન અપાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

આ ઉપરાંત નાના વાહન ચાલકો ગુમાનદેવ ઉચડિયા વચ્ચેના ગળનાળામાં થઈ નાના સાંજા ખાડીમાં રહીને જીવના જાેખમે વહેતા પાણીમાંથી વાહનો પસાર કરી રહ્યા છે તથા મોટી ટ્રકો પણ આ ખાડીના વહેતા પાણી માંથી પસાર થતાં ઉડા ચીલા વહેતા પાણીમાં પડી ગયા છે

જેના લીધે નાના વાહન ચાલકો પણ હવે ત્યાંથી પસાર થતા નથી. ગુમાનદેવ બ્રિજ પર અપાયેલા ડાઈવરજનના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા ઝઘડિયા જીઆઈડીસીથી ઝઘડિયા વચ્ચે સર્જાય છે તેમ છતાં તેનું વ્યવસ્થિત સંકલન જવાબદાર વિભાગ દ્વારા થતું નથી જેથી ટ્રાફિકનો સામનો સૌ કોઈ વાહન ચાલકે કરવો પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.