ઝઘડિયામાંથી ૨૬ હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
પોલીસે માલ વેચનાર તથા માલ ખરીદનાર બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી: ઝઘડિયા ગામ ખાતેથી સ્થાનિક પોલીસે વિદેશી દારૂની ૨૨૭ નંગ બોટલોની કિંમત રૂપિયા ૨૬,૦૦૦ જેટલી થવા પામી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા ટાઉનમાં તેમજ આજુબાજુનાં ગામોમાં વિદેશી દારૂનું વેચાણ બેરોકટોક થઈ રહ્યું છે.સ્થાનિક પોલીસ દ્વારા આજરોજ ઝઘડિયા ગામ માંથી બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.
ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે ઝઘડિયા ગામમાં રહેતો રાકેશ હરેશભાઈ મોદી છૂપી રીતે દારૂનું વેચાણ કરે છે.બાતમીના આધારે ઝઘડિયા પોલીસે છાપો મારતા ભારતીય બનાવટની વિદેશી દારૂની ૨૨૭ નંગ બોટલો જેની કિંમત રૂપિયા ૨૬,૦૦૦ ઝડપી પાડી હતી અને માલ વેચનાર રાકેશની પણ ધરપકડ કરી હતી.રાકેશની પ્રાથમિક તપાસમાં તેણે તે માલ ઉચેડીયા ગામના દિનેશ ચતુર વસાવા પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું.જેથી ઝઘડિયા પોલીસે રાકેશ હરેશભાઈ મોદી તથા વિદેશી દારૂ વેચનાર દિનેશ ચતુર વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.