ઝઘડિયામાં અસામાજિક તત્વોનો પેટ્રોલ પંપ વાળા સાથે મારામારી
ઝઘડિયામાં મુલદ ચોકડી નજીક અસામાજિક તત્વોનો પેટ્રોલ પંપ વાળા સાથે મારામારી.
પેટ્રોલ પંપ ઉપર હવા ભરવાનું મશીન ન ચાલતું હોવાના કારણે મારામારી થતા સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ.
ફોરવીલ ગાડીમાં આવેલા તત્ત્વોએ લાકડીના સપાટા સાથે પેટ્રોલ પંપ ના કર્મચારીને માર માર્યો : પેટ્રોલ પંપના સંચાલકોએ પોલીસ ફરિયાદ કરવાની કવાયત.
પેટ્રોલ પંપ સંચાલક પાસે દાદાગીરી કરી ખંડણી પણ માંગી હોવાનો આક્ષેપ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડી પાસેના પેટ્રોલ પંપ ઉપર ફોરવીલ ગાડીમાં આવેલા લોકોએ હવાનું મશીન કેમ નથી ચાલતું તેમ કહી કમ્પ્લેન બુક આપો તેમ કહી ગાળા ગાળી કરી મારામારી કરતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કહેતા હતા પેટ્રોલ પંપ ના સંચાલકે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચાડ્યો છે.
ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડી નજીકના પેટ્રોલ પંપ ઉપર વડોદરાના પાર્સિંગ વાળી ગાડી માં આવેલા લોકોએ ટાયરમાં હવા ભરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ મશીન બંધ હોવાના કારણે ગાડીમાં રહેલા લોકોએ પેટ્રોલ પંપ વાળા સાથે બોલાચાલી કરી દમદાટી આપી કમ્પ્લેન બુકની માંગણી કરી હતી.પરંતુ કમ્પ્લેન બુક નથી અને હવા ભરવાના મશીનમાં વરસાદના કારણે કરંટ ઉતરતો હોવાનું પેટ્રોલ પંપ ના સંચાલકોએ જણાવ્યું હતું.જેના પગલે ગાડીમાં આવેલા લોકોએ કહ્યું હતું કે તમે મને ઓળખો છો મારી પહોંચ ક્યાં છે.
સારું એક લાખ આપો જેવી માંગણી કરતા ખંડણી ખોળે પેટ્રોલ પંપના માલિક સહિત કર્મચારી સાથે ઝપાઝપી કરી મારામારી કરતા સમગ્ર ઘટના પેટ્રોલ પંપ ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ફોર વ્હીલ ગાડીમાં આવેલા તત્વોએ ગાડી માંથી લાકડીના સપાટા કાઢી મારામારી કરી રહ્યા હોવાની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પેટ્રોલ પંપ ના કર્મચારીએ સમગ્ર મારામારી અંગે નજીકના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાની કવાયત કરી છે.